મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'ગુજરાત સેમિકનેક્ટ સમિટ 2025'નું આયોજન, 6 દેશ સાથે રાઉન્ડ ટેબલ બેઠક; થશે અનેક MOU

ગુજરાત સેમિકનેક્ટ સમિટ-2025 મુદે પ્રેસ યોજવામાં આવી હતી જેમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિ

'ગુજરાત સેમિકનેક્ટ સમિટ 2025'નું આયોજન, 6 દેશ સાથે રાઉન્ડ ટેબલ બેઠક; થશે અનેક MOU

ગુજરાત સેમિકનેક્ટ સમિટ-2025 મુદે પ્રેસ યોજવામાં આવી હતી જેમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર દ્વારા માહિતી આપવામાં આવી હતી કે 5 માર્ચથી 7 માર્ચ ત્રણ દિવસ ગુજરાત સેમી કનેક્ટ સમિટ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આ સમિટનું ઉદ્ઘાટન કરશે.

રાજ્યમાં સેમીકંડકટર ઉધોગ ક્ષેત્રે રોકાણ લાવવા તેમજ લોકલ ટુ ગ્લોબલ ક્ષેત્રે ઉધોગો વૈશ્વિક બજારમાં પહોંચે તે આશયથી આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં નેધરલેન્ડ તેમજ રીપબ્લિક ઓફ કોરિયાના એમ્બેસેડર પણ ઉપસ્થિત રહેશે. આ સમિટ દરમિયાન અનેક કંપનીઓ સાથે MOU થશે. કેન્સ ટેકનોલોજી, ટાટા ઇલેક્ટ્રોનિક અને IIT ગાંધીનગર, TSMT ના નવા મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે MOU થશે.

તેમજ 6 દેશો સાથે રાઉન્ડ ટેબલ બેઠક થશે. જેમાં અમેરિકા, જાપાન, તાઇવાન, કોરિયા, સિંગાપુર, નેધરલેન્ડ દેશના ઉધોગજગતના પ્રતિનિધિઓ સાથે બેઠક થશે. દેશની 6 IIT સંસ્થાઓ આ સમિટમાં ભાગ લેશે. સમિટનો પ્રથમ દિવસ ઉદ્ઘાટન સત્રથી થશે. સેમી કંડકટર ક્ષેત્રમાં ક્રાંતિ અને રાષ્ટ્રીય વિકાસમાં ગુજરાતની ભૂમિકા અંગેનું વિઝન દર્શાવશે.

આ સમાચાર શેર કરો