મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોધરાકાંડને 23 વર્ષ પૂર્ણ: 27 ફેબ્રુઆરી 2002માં બનેલી ઘટનાએ ગુજરાતને લગાવ્યો કાળો દાગ

27 ફેબ્રુઆરી, 2002.શહેર-ગોધરાઘટના- સાબરમતી એક્સપ્રેસ કોચ નંબર-S6 23 વર્ષ પ

ગોધરાકાંડને 23 વર્ષ પૂર્ણ: 27 ફેબ્રુઆરી 2002માં બનેલી ઘટનાએ ગુજરાતને લગાવ્યો કાળો દાગ

27 ફેબ્રુઆરી, 2002.
શહેર-ગોધરા
ઘટના- સાબરમતી એક્સપ્રેસ કોચ નંબર-S6

23 વર્ષ પહેલા ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લગાવવામાં આવી હતી. રામ જન્મભૂમિ આંદોલનનો સમય હતો. આ ટ્રેન અયોધ્યાથી કારસેવકોને લઇને પરત ફરતી હતી. કોચ નંબર S6માં આગમાં 59 લોકો જીવતા સળગી ગયા હતા. આ ઘટના બાદ ગુજરાતમાં રમખાણ ફાટી નીકળ્યા હતા જેમાં આશરે 1000 લોકોના મોત થયા હતા. આ ઘટના કેવી રીતે બની અને તેની શરૂઆત ક્યારે થઇ તે પહેલા આપણે બેકગ્રાઉન્ડમાં જાણવું પડશે.

6 ડિસેમ્બર 1992. અયોધ્યામાં વિવાદિત ઢાંચાને તોડી પાડવામાં આવ્યો હતો. તે બાદ આગામી એક દાયકા સુધી રામજન્મભૂમિનો મુદ્દો છવાયેલો રહ્યો. 2001માં અલ્હાબાદ (અત્યારે પ્રયાગરાજ)માં કેટલાક હિન્દૂ સંગઠનોની એક બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે 'રામ મંદિર નિર્માણ' માટે એક મોટું અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાનના ત્રણ મુખ્ય તબક્કા નક્કી કરવામાં આવ્યા: જળ-અભિષેક, જપ-યજ્ઞ અને અંતમાં પૂર્ણાહુતિ મહાયજ્ઞ. આ અભિયાનનું લક્ષ્ય હતું આખા દેશના ખુણે ખુણામાંથી લોકોને જોડીને અયોધ્યામાં રામ મંદિર નિર્માણની માંગને ભાર આપવો. પૂર્ણાહુતિ યજ્ઞની શરૂઆત 24 ફેબ્રુઆરી 2002થી થઇ હતી. વિશ્વ હિન્દૂ પરિષદે તમામ કારસેવકોને પૂર્ણાહુતિ યજ્ઞમાં સામેલ થવાનો આગ્રહ કર્યો હતો.

ગુજરાતમાંથી જે કારસેવક જપ યજ્ઞમાં ગયા હતા તેમને 2-2 હજારના ત્રણ જથ્થામાં અયોધ્યા મોકલવાનો પ્લાન બન્યો હતો. પ્રથમ બેંચ જેમાં લગભગ 2000 કારસેવક હતા, તે 22 ફેબ્રુઆરીએ ગુજરાતથી અયોધ્યા માટે રવાના થયા હતા. 25 ફેબ્રુઆરીએ આ બેંચ સાબરમતી એક્સપ્રેસમાં અયોધ્યાથી ગુજરાત માટે પરત ફરી હતી.રેલ્વે ટાઇમ ટેબલ અનુસાર, ટ્રેન 27 તારીખની રાત્રે 3 વાગ્યા સુધી ગોધરા પહોંચવાની હતી પરંતુ ટ્રેન 5 કલાક લેટ હતી. 27 ફેબ્રુઆરીએ સવારે 7.43 પર ટ્રેન ગોધરા સ્ટેશન પર પહોંચી હતી. ટ્રેનમાં કૂલ 18 ડબ્બા હતા જેમાં 10 સ્લીપર ક્લાસ, 6 જનરલ અને 2 લગેજ ડબ્બા હતા.

ટ્રેનની સીટિંગ કેપેસિટી 1320થી વધારે નહતી પરંતુ માત્ર કારસેવકોની સંખ્યા જ 2000ની આસપાસ હતી. આ સિવાય બાકી પેસેન્જર પણ હતા. મોટાભાગના કારસેવકો પાસે સ્લીપર કોચની ટિકિટ નહતી તેમ છતા ટ્રેનમાં જોવા મળે છે તેમ તે લોકો રિઝર્વ ડબ્બામાં પણ ઘુસી ગયા હતા.

આ ઘટનાની તપાસ માટે બનેલી નાણાવટી આયોગના રિપોર્ટ અનુસાર, કારસેવક અનરિઝર્વ્ડ સીટો પર બેઠેલા હતા અને કેટલાકે સીટોની વચ્ચે રસ્તામાં અને ટોયલેટ પાસે જગ્યા લઇ લીધી હતી. ડબ્બા એટલા ભરચક હતા કે ટીટી ટિકિટ પણ ચેક કરી શકતો નહતો. S/6 કોચ, જે આ પુરી ઘટનાનું કેન્દ્ર બન્યું, ટ્રેનની વચ્ચોવચ્ચ હતું. પેસેન્જર્સ સાથે વાતચીત બાદ આયોગે અનુમાન લગાવ્યું કે S/6 કોચમાં 200 લોકો હતા. ગોધરા સ્ટેશન પર સવારે 8 વાગ્યાની આસપાસ આ કોચમાં આગ લાગી હતી. આગ કોને લગાવી તેને લઇને આખો વિવાદ છે પરંતુ અત્યારે જાણીયે કે આગ લાગ્યા બાદ શું થયું? જ્યાર સુધી ફાયર બ્રિગેડ અને બાકી મદદ પહોંચતી, S/6 કોચ સળગી ગયો હતો. જ્યાર સુધી આગ ઓલવવામાં આવે તે પહેલા જ 59 લોકોના જીવ જતા રહ્યાં હતા. અહીંથી અનેક વાર્તા, થિયરી અને રમખાણ શરૂ થયા જેને આખા ગુજરાત અને પછી દેશને હચમચાવી નાખ્યો હતો. 

મોદીને મળી હતી ક્લીનચિટ

જ્યારે ગુજરાતમાં ગોધરા કાંડ થયો ત્યારે PM નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. આ ઘટનાના કેટલાક દિવસ બાદ જ 2 માર્ચે તેમને ગોધરા કાંડની તપાસ માટે નાણાવટી-શાહ આયોગ બનાવ્યું હતું જેમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ કેજી શાહ અને જીટી નાણાવટીને સભ્ય બનાવવામાં આવ્યા હતા.

આયોગે પોતાના રિપોર્ટનો પ્રથમ ભાગ સપ્ટેમ્બર 2008માં રજૂ કર્યો હતો જેમાં ગોધરા કાંડને ષડયંત્ર ગણાવવામાં આવ્યું હતું. સાથે જ નરેન્દ્ર મોદી, તેમના મંત્રી અને સીનિયર અધિકારીઓને ક્લીનચિટ આપવામાં આવી હતી.

2009માં જસ્ટિસ કેજી શાહનું નિધન થઇ ગયું હતું. જે બાદ ગુજરાત હાઇકોર્ટના રિટાયર્ડ જજ જસ્ટિસ અક્ષય મહેતા તેના સભ્ય બન્યા અને ત્યારે આયોગનું નામ નાણાવટી-મહેતા આયોગ થઇ ગયું હતું. આયોગે ડિસેમ્બર 2019માં પોતાના રિપોર્ટનો બીજો ભાગ રજૂ કર્યો હતો.

ગોધરા કાંડના 31 દોષિતોને આજીવન કેદ

ગોધરા કાંડ બાદ ચાલેલા કેસમાં 31 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. 2011માં SIT કોર્ટે 11 દોષિતોને ફાંસી અને 20ને આજીવન કેદની સજા સંભળાવી હતી. બાદમાં ઓક્ટોબર 2017માં ગુજરાત હાઇકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજાને પણ આજીવન કેદમાં બદલી નાખી હતી.

આ સમાચાર શેર કરો