New year 2026: સફેદ રણના આંગણે 2025ના સૂર્યની ભાવભરી વિદાય, 2026ને આવકારવા ઉમટ્યું પ્રવાસીઓનું ઘોડાપૂર
New year 2026: 202

New year 2026: 2025ના વર્ષે આખરે વિદાય લઈ લીધી છે અને દેશ-દુનિયામાં નવા 2026 શરુ થઈ ચૂક્યું છે. ત્યારે કચ્છના સફેદ રણમાં સૂર્યાસ્તનો અદ્દભુત આકાશી નજારાએ આકર્ષણ જમાવ્યું હતું. 2025ના વર્ષનો છેલ્લો સૂર્યાસ્ત કેમેરામાં કેદ થયો છે. આવો અદ્ભુત નજારો પણ વર્ષમાં ભાગ્યે જ જોવા મળતો હોય છે. કચ્છના સફેદ રણમાં વર્ષ 2025ના છેલ્લા સૂર્યાસ્તને જોવા માટે દેશ વિદેશથી પ્રવાસીઓ આવ્યાં હતા.
ગઈકાલે 31મી ડિસેમ્બર 2025ના રોજ સાંજે કચ્છના સફેદ રણમાંથી વર્ષનો છેલ્લો સૂર્યાસ્ત જોવાનો અનેરો લ્હાવો છે. કચ્છના સફેદ રણમાંથી ભારત વર્ષના સૂર્યના અંતિમ કિરણો સૌથી છેલ્લે અહી પડે છે અને તે જોવાનો એક અનેરો લ્હાવો છે. કચ્છના સફેદ રણમાં પ્રવાસીઓ સૂર્યાસ્ત જોવા અને સફેદ રણની મજા માણી રહ્યાં છે. કચ્છના સફેદ રણમાં 31 ડિસેમ્બરની ઉજવણી અને નવા વર્ષને વધાવવા માટે પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
અદભુત નજારાનું સાક્ષી બન્યું નાનું રણ
કચ્છની ધરા અને ખાસ કરીને સફેદ રણ હંમેશા તેની સુંદરતા માટે વિશ્વભરમાં વિખ્યાત રહ્યું છે, પરંતુ 31મી ડિસેમ્બર 2025ની સાંજ કંઈક વધુ જ ખાસ હતી. વર્ષ 2025ના છેલ્લા સૂર્યાસ્તને નિહાળવા માટે કચ્છનું સફેદ રણ દેશ-વિદેશના હજારો પ્રવાસીઓ માટે સાક્ષી બન્યું હતું. જ્યારે આકાશમાં કેસરિયો રંગ અને સફેદ રણની ચાદર એકમેકમાં ભળ્યા, ત્યારે કુદરતની એક અદ્ભુત કલાકૃતિ સર્જાઈ હતી.
પ્રવાસન ક્ષેત્રે આકર્ષણનું કેન્દ્ર
કચ્છના સફેદ રણમાં પ્રવાસીઓ માત્ર સૂર્યાસ્ત જોવા જ નહીં, પરંતુ કચ્છી સંસ્કૃતિ અને કળાને માણવા પણ દૂર-દૂરથી આવ્યા હતા. વર્ષ 2025ની આ વિદાય અને 2026નું આ સ્વાગત કચ્છના પ્રવાસન ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પ્રકરણ તરીકે નોંધાયું છે.








