જામનગરમાં નવી મહામારીએ માથું ઉંચક્યું, 27 પોઝિટિવ કેસ મળ્યા
જામનગરમાં કોલેરા અને ચાંદીપુરા વાયરસ સહિતનાં રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે તંત્રની દોડધામ યથાવત રહી છે. જેમાં આરોગ્ય વિભાગની ટ

જામનગરમાં કોલેરા અને ચાંદીપુરા વાયરસ સહિતનાં રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે તંત્રની દોડધામ યથાવત રહી છે. જેમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા પાણીનાં નમુના લેવાયા છે.
જામનગરમાં કોલેરાના કૂલ 27 પોઝીટીવ કેસ નોંધાયા છે. 23 દર્દીઓને રજા આપવામાં આવી છે અને એક દર્દી ઓ.પી.ડી.સારાર આપવામાં આવી હતી.
આરોગ્ય કેન્દ્ર મેડીકલ ટીમ દ્વારા વિસ્તારોમાં સઘન સર્વેલન્સ કરવામાં આવ્યું છે. વોટરવર્કસ વિભાગ દ્વારા બેક્ટેરીયોલોજીકલ પરીક્ષણ 37 સેમ્પલ લેવામાં આવ્યા છે.
જામનગરમાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો
જામનગર શહેરમાં ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાયેલ છે. શહેરમાં ચાંદીપુરા વાયરસના કેસ ન નોંધાય તે માટે આગમચેતીના પગલાં લેવામાં આવ્યા છે જેમાં શહેરમાં આવેલા 3679 જેટલા કાચાપાકા ઘરોમાં મેલોથીયોન (5 ટકા) દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. 44 જેટલા કાચાપાકા ઘરોની અંદર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. 313 જેટલી આંગણવાડી તથા 274 શાળાઓની આસપાસ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જામનગરમાં મચ્છરજન્ય રોગો જેવા કે મલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનિયાનાં કેસોને નિયંત્રણમાં રાખી શકાય તથા મચ્છરની ઉત્પતિની નિયંત્રિત કરી શકાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.








