100 કરોડથી વધુની ઠગાઈમાં નવું કૌભાંડ આવ્યું સામે, આરોપીઓને નકલી ઓળખકાર્ડ સુરતમાં આ રીતે બનાવી દેવાતા
સુરત-દુબઈથી ચાલતા 100 કરોડથી વધુના કૌભાંડના તાર જેમ જેમ ખુલી રહ્યાં છે, તેમ તેમ નવા નવા કૌભાંડ

સુરત-દુબઈથી ચાલતા 100 કરોડથી વધુના કૌભાંડના તાર જેમ જેમ ખુલી રહ્યાં છે, તેમ તેમ નવા નવા કૌભાંડ બહાર આવી રહ્યાં છે. ઠગાઈ આચરવા માટે સરકારી ડોક્યુમેન્ટ જેવા કે આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ જેવા દસ્તાવેજોમાં ફેરફાર કરી આપનારા બે આરોપીઓને દબોચી લેવામાં આવ્યાં છે. સીએસસી સેન્ટરમાંથી આ તમામ કૌભાંડ ચાલતું હોવાનું સાયબર ક્રાઈમ સેલની તપાસમાં બહાર આવ્યું છે.
બે આરોપી ઝડપાયા
સાયબર ક્રાઇમ સેલ પોલીસે આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ સાથે જેવા ચેડાં કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. બન્ને આરોપીઓને વરાછાના રચના સર્કલ પાસે આવેલી ગાયત્રી સોસાયટીમાંથી ઝડપી પાડ્યા હતાં. આરોપીઓ આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ જેવા ડોક્યુમેન્ટમાં ચેડાં કરી ખોટા દસ્તાવેજો બનાવતા હતા. આરોપી ભાવેશકુમાર મગનભાઇ ગજેરા અને પ્રતિક કાંતિભાઇ કોલડિયાને ઝડપી પાડવામાં આવ્યાં છે.
ડોક્યુમેન્ટમાં સુધારો કરવા ડાઈ વપરાતી
CSC સેન્ટર ચલાવનાર ભાવેશ ગજેરાએ કર્મચારી પ્રતિકને 15 હજારના પગાર પર રાખ્યો હતો. બોગસ ડોક્યુમેન્ટો બનાવવાનું ભાવેશે પ્રતિકને શીખવ્યું હતું. 300થી 500 રૂપિયા લઈ બોગસ ડોક્યુમેન્ટના આધારે એડ્રેસ ચેન્જ કરી આપતા હતાં. બન્ને આરોપી વિરુદ્ધ સરકાર તરફે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં આરોપી ભાવેશકુમાર જેઓ CSC સેન્ટર ધરાવે છે. એટલે આધાર કાર્ડમાં સુધારો વધારો કરવાનું કામ કરે છે. તે તમામ પ્રકારના સરકારી ડોકયુમેન્ટમાં સુધારો વધારો કરે છે. તે તમામ પ્રકારના ડોકયુમેન્ટમાં સુધારો વધારો કરવા માટે એક ડાઇનો ઉપયોગ કરતો હતો.જેમાં પહેલાંથી એક ફ્રોમ બનાવામાં આવેલું હોય તેમાં ફોટો શોપથી કરતો હતો.જેને સરકારી ખોટા ડોકયુમેન્ટ પણ કહી શકાય છે.
સર્ટિફિકેટ મળ્યા
આ પેહલા તેણે ઘણા બધા ઈલેક્શન કાર્ડ પણ બનાવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી આ કામ સાથે આરોપી ભાવેશ જોડાયો છે. તેને સરકારની CSC પરીક્ષા પણ પાસ કરી છે જે સર્ટિફિકેટ પણ મળી આવ્યું છે.હાલ બંને આરોપીઓને વરાછા પોલીસને શોપવામાં આવ્યું છે. તેઓની વધુ પૂછપરછ હવે વરાછા પોલીસ દ્વારા કરવા આવી રહી છે.








