રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટીના 21મા ઇન્સ્ટોલેશન સમારોહમાં નવા પ્રમુખની નિમણૂક
રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટીના 21મો સમારોહ સિન્ધુ ભવન ખાતે યોજાય

રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટીના 21મો સમારોહ સિન્ધુ ભવન ખાતે યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને ભાજપ ગુજરાત રાજ્ય પાર્ટીના ઉપપ્રમુખ ગોરધન ઝડફીયા અને સાણંદના ધારાસભ્ય કનુભાઇ પટેલ હાજર રહ્યા હતા.
ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન નિગમ ચૌધરી ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે કાર્યરત રહ્યા, જ્યારે આસિસ્ટન્ટ ગવર્નર રોટેરિયન વિસ્મિક શાહ ઇન્ડક્શન ઓફિસર તરીકે સહયોગ આપ્યો. આ સમારોહમાં નવા પ્રમુખ ગુણવંતભાઈ ઢોલરીયા, સેક્રેટરી પ્રદીપ તિવારી તથા બોર્ડના અન્ય સભ્યોએ શપથ લીધી અને આવનારા રોટરી વર્ષમાં સેવાકીય કાર્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. પ્રમુખ ગુણવંતભાઈ ઢોલરીયાએ પોતાના 'માય વિઝન' અંતર્ગત નવા વર્ષના સેવા કાર્યોની વિગતવાર રૂપરેખા રજૂ કરી, જેમાં સમાજના વિવિધ વર્ગોને આવરી લેવામાં આવ્યા છે.
ગત વર્ષના થયેલા સેવાકીય કાર્યો અને ચાલુ વર્ષ તથા આવનારા સમયમાં નવા પ્રમુખ ગુણવંત ઢોલરીયા દ્વારા માય વિઝન અંતર્ગત કેવા પ્રકારના સેવાના કામ કરવાના છે એની રૂપરેખા ઉપસ્થિત 250 લોકો વચ્ચે જાહેરાત કરી. ખાસ કરીને રોટરી ડિસ્ટ્રિક્ટ ના આ વર્ષના કેન્સર અંતર્ગત સેવાના કાર્યમાં મેજેસ્ટિ ક્લબ વધારેમા વધારે પ્રયત્ન કરી જરૂરિયાતવાળા કેન્સરના દર્દીઓ સુધી પહોંચવાની ખાતરી આપી હતી.






