આટકોટ સામૂહિક દુષ્કર્મ કેસ: સેશન્સ જજે પીડિતાને સાંભળવાનો ઈન્કાર કરી દેતા નવો વિવાદ, જાણો શું છે મામલો
રાજકોટના આટકોટ સામૂહિક દુષ્કર્મ કેસમાં નવો વળાંક આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે આટકોટ સામૂહિક

રાજકોટના આટકોટ સામૂહિક દુષ્કર્મ કેસમાં નવો વળાંક આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે આટકોટ સામૂહિક દુષ્કર્મમાં પીડિતાએ હાઈકોર્ટમાં નવી રિટ અરજી દાખલ કરી છે. આ અગાઉ પરેશ રાદડિયાને કોર્ટે ૧પ દિવસમાં જામીન આપ્યા હતા.
પીડિતા દ્વારા આરોપીના જામીન રદ કરાવવા હાઈકોર્ટમાં કરાયેલી રિટ અરજી હજુ પડતર
પીડિતા દ્વારા આરોપીના જામીન રદ કરાવવા હાઈકોર્ટમાં કરાયેલી રિટ અરજી હજુ પડતર છે. બીજા આરોપી મધુ ટાઢાણીએના રાજકોટ સેશન્સ કોર્ટમાં કરેલી અરજીમાં પણ સ્થાનિક સેશન્સ જજે પીડિતાને સાંભળવાનો ઈન્કાર કરી દેતા નવો વિવાદ જાગ્યો છે.
પરેશ રાદડિયા, મધુભાઈ ટાઢાણી અને અરજણ રામાણી વિરુદ્ધ અરજી દાખલ
આટકોટ ખાતેના ડી.બી.કન્યા છાત્રાલયમાં મહિલાના સામૂહિક દુષ્કર્મના કેસમાં આરોપી પરેશ રાદડિયા, મધુભાઈ ટાઢાણી અને અરજણ રામાણી વિરુદ્ધ તા.૨૫-૭- ૨૦૨૪ના રોજ આટકોટ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરાઈ હતી.
આરોપીઓએ વિદ્યાર્થિની પર નજર બગાડીને આચર્યું હતું દુષ્કર્મ
આટકોટની કન્યા છાત્રાલયનાં ચકચારી પ્રકરણમાં પીડિતા યુવતીએ દોઢેક મહિના પહેલા રાજકોટ જિલ્લા પોલીસવડાને ફરિયાદ અરજી આપી હતી કે, તેણે અહીંનાં પટેલ કન્યા છાત્રાલયમાં 2019-20ની સાલમાં એડમિશન લીધું હતું અને ત્યાં જ રહી અભ્યાસ કરતી હતી.
આ દરમિયાન હાલના ટ્રસ્ટી એવા ભાજપના આગેવાન અને વિરનગર ગામે રહેતા રાજકોટ જિલ્લા પંચાયતના મહિલા સદસ્યાના પતિ પરેશ રાદડીયા તેમજ ભાજપના આગેવાન એવા પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુ ટાઢાણી કે જે પરેશનો મિત્ર હતો, તેણે નજર બગાડી હતી. આ દરમિયાન 2023ના જુલાઇ મહિનામાં મધુએ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરાની કે.ડી.પી. હોસ્પિટલ ખાતે બોલાવીને ત્યાં પણ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. જેથી બંનેથી કંટાળીને 2024માં તેણી સુરત જતી રહેતા ત્યાં પણ મધુએ આવીને કારમાં બેસાડી દુષ્કર્મ ગુજાર્યું હતું. આખરે તેણીમાં હિંમત આવતા પરિવારના સભ્યોને આપવિતી કહ્યા બાદ આટકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.








