મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં પાડોશીનું 'પરાક્રમ', એકલી ઊંઘી રહેલી મહિલાના ઘરનો દરવાજો ખોલી ને..

સુરતમાં મહિલાઓ સાથેની છેડછાડના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ઉન પાટ

સુરતમાં પાડોશીનું 'પરાક્રમ', એકલી ઊંઘી રહેલી મહિલાના ઘરનો દરવાજો ખોલી ને..

સુરતમાં મહિલાઓ સાથેની છેડછાડના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ઉન પાટિયા ભીંડી બજાર પાસે રહેતી પરિણીતા રાતે ઘરના રૂમમાં સૂતી હતી. એ સમયે પાડોશી પરિણીતાના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેની સાથે અડપલાં કર્યા હતા. પરિણીતાનો પતિ આવી જતાં તેણીએ બૂમાબૂમ કરી નાખી હતી. બાદમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો.

મહિલાએ છૂટવા પ્રયાસ કર્યો પણ..

ભેસ્તાનના ઉન પાટિયા વિસ્તારમાં આવેલી ભીંડી બજાર નજીક રહેતો આરોપી શહેઝાદ મહંમદ રિયાઝ ફકીર જરીનો કારીગર છે. ગત રાતે તેની પડોશમાં રહેતી પરિણીતાનો પતિ નોકરી પર ગયો હતો. ત્યારે પરિણીતા ઘરમાં એકલી ઊંઘી રહી હતી. જેની જાણ શહેઝાદને હતી. જેથી મધરાતે અપરિણીત એવો રિયાઝ દરવાજો કોઈક રીતે ખોલીને ઘરમાં ઘૂસી ગયો હતો.બાદમં ઊંઘી રહેલી પરિણીતા સાથે અડપલાં કરવા લાગ્યો હતો. પરિણીતાએ તેના પીછો છોડાવવા કોશિશ કરી, પરંતુ પડોશીએ છોડી નહોતી.

પતિ આવી જતા ભાગ્યો

આ દરમિયાન જ મહિલાનો પતિ આવી ગયો હતો. નોકરી પરથી તે ઘરે આવ્યો અને મહિલાની મદદે પહોંચી ગયો હતો. મહિલાના પતિને આવેલો જોઈને શહેઝાદ ભાગી છૂટયો હતો. બાદમાં પતિ-પત્ની પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતાં. જ્યાં છેડતી બાબતે ભેસ્તાન પોલીસે ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી કરી હતી. સાથે જ નાસી છૂટેલા વિકૃત મગજના શહેઝાદ ફકીરની ધરપકડ કરી હતી.

આ સમાચાર શેર કરો