લખતર: પારિવારિક ઝગડામાં કુખ્યાત આરોપીની મદદ લેનાર પાડોશી ઝડપાયો, ગોળીબારમાં માસૂમનું થયું હતું મોત
સુરેન્દ્રનગરના લખતરના ઢાંકી ગામે ફાયરિંગમાં થયેલ કિશોરનો મોત મામલે પોલીસે શખ્સને દબોચ્ય

સુરેન્દ્રનગરના લખતરના ઢાંકી ગામે ફાયરિંગમાં થયેલ કિશોરનો મોત મામલે પોલીસે શખ્સને દબોચ્યો છે. લખતર પોલીસે ફાયરિંગમાં મદદગારી કરનાર આરોપીને ઝડપી પાડયો છે. જો કે ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી ડફેર રસુલ નથુ હાલ ફરાર છે.
કરણ ડુંગરાણા અને બાબુભાઇ નારાયણભાઇ વચ્ચે થયેલા મનદુ:ખનું ગંભીર પરિણામ
મળતા અહેવાલ પ્રમાણે કરણ ડુંગરાણા અને બાબુભાઇ નારાયણભાઇ વચ્ચે કોઈ બાબતને લઈને મનદુ:ખ ચાલી રહ્યું હતું. કોઈ કારણોસર કરણ ડુગરાણા બોલાચાલી ચાલી રહી હતી ત્યારે તેનો મિત્ર રસુલ ડફેર પણ ત્યાં હાજર બન્નેએ બાબુ નારાયણ સાથે માથાપચ્ચી કરી હતી. અવારનવાર બન્ને પરિવારો વચ્ચે ઝગડા ચાલતા રહેતા હતા. આ ઝગડામાં એક બાળકનું મોત નિપજ્યું હતું.
બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ફાયરિંગ થયું
આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં રસુલે ફાયરિંગ કર્યું હતું, આ ઘટનામાં નિકુંજ નામના 12 વર્ષના કિશોરનું મોત નિપજ્યું અને બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે આ મામલે કરણ ડુંગરાણાને દબોચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






