મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

NEET પરીક્ષા ચોરી કૌભાંડ મામલો: પોલીસે વિભોર આનંદ નામના શખ્સની કરી અટકાયત

NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્રનો પર્દાફાશના મામલામાં પોલીસને વધુ એક સફળતા મળી છે. ઝડપાયેલ

NEET પરીક્ષા ચોરી કૌભાંડ મામલો: પોલીસે વિભોર આનંદ નામના શખ્સની કરી અટકાયત

NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્રનો પર્દાફાશના મામલામાં પોલીસને વધુ એક સફળતા મળી છે. ઝડપાયેલા ત્રણ આરોપીઓની પૂછપરછમાં ચોથા વ્યક્તિનું નામ સામે આવ્યું છે. મૂળ બિહારના અને વડોદરામાં રહી કન્સલ્ટિંગનું કામ કરતા ઈસમનું નામ સામે આવ્યું છે.

ગોધરા તાલુકા પોલીસની ટીમે આરોપીને તેની સાસરી દરભંગામાંથી અટકાયત કરી

ગોધરા તાલુકા પોલીસની ટીમે આરોપીને તેની સાસરી દરભંગામાંથી અટકાયત કરી છે. વિભોર આનંદ નામના શખ્સની અટકાયત કરી છે.  વિભોર આનંદ નામનો વ્યક્તિ આ ષડયત્રમાં વિદ્યાર્થીઓ લાવી આપવાનું કામ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે વિભોર આનંદની અટકાયત કરીને હાલ સઘન પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો : NEET પરીક્ષા ચોરી કૌભાંડમાં ભાજપ MLA જેઠા ભરવાડનું મોટું નિવેદન, જુઓ શું કહ્યું

આ કૌભાંડમાં અન્ય બે આરોપી તુષાર ભટ્ટ અને આરીફ વોરાની અટકાયત કરવા માટે પોલીસ દ્વારા ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા બંને આરોપીઓના રહેણાંક મકાનો તેમજ આશ્રયસ્થાનો પર તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ બંને આરોપીઓ મળી આવ્યા ન હતા.

બે આરોપી તુષાર ભટ્ટ અને આરીફ વોરાની અટકાયત

LCB પોલીસને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મળી હતી કે આ બંને આરોપીઓ ગુજરાત છોડીને રાજસ્થાનના બાંસવાડા ખાતે છુપાયા છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે બાંસવાડા ખાતે જઈને બંને આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસ દ્વારા તુષાર ભટ્ટ અને આરીફ વોરાની કાર સાથે અટકાયત કરવામાં આવી હતી. બંને આરોપીઓને પંચમહાલ જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે લાવીને સઘન પુછપરછ હાથ ધરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો