મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં પાંચ વર્ષમાં આગથી 3176 લોકોના મોત, NCRBના ડેટામાં ખુલાસો

રાજકોટમાં TRP ગેમ ઝોનમાં આગ લાગતા 28 લોકોના મોત થયા છે. ગુજરાતમાં આગને કારણે NCRBનો

ગુજરાતમાં પાંચ વર્ષમાં આગથી 3176 લોકોના મોત, NCRBના ડેટામાં ખુલાસો

રાજકોટમાં TRP ગેમ ઝોનમાં આગ લાગતા 28 લોકોના મોત થયા છે. ગુજરાતમાં આગને કારણે NCRBનો જે ડેટા સામે આવ્યો છે તેમાં ચિંતાજનક અને ચોકાવનારા ખુલાસા થયા છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં આગને કારણે 3176 લોકોના મોત થયા હોવાનો NCRBના ડેટામાં ખુલાસો થયો છે. રાજ્યમાં આગની 3100થી વધુ ઘટના બની છે.

રાજ્યમાં આગની ઘટનામાં વધારો

ગુજરાતમાં આગથી થતા અકસ્માતમાં થતા મૃત્યુના આંકડાઓ ચોકાવનારા અને ચિંતાનજક છે. NRCB દ્વારા આગથી થતા અકસ્માતમાં વર્ષ 2018થી 2022 દરમિયાન આગને કારણે 3176 લોકોના મોત થયા છે. છેલ્લા પાંચ વર્ષમાં આગથી થતા અકસ્માતની 3100 ઘટનાઓ બની છે. વર્ષ 2021 અને 2022માં આગથી થતા અકસ્માતની 729 ઘટનાઓ બની છે. બે વર્ષમાં આગથી થતા અકસ્માતમાં 737 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.  

ગુજરાતની આ મોટી ઘટનાઓ ક્યારેય નહીં ભૂલાય

  • મે 2019, તક્ષશિલા-સુરત
  •  ચાર વર્ષ પહેલા અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા 8 લોકોના મોત થયા હતા
  •  ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હૉસ્પિટલમાં આગ લાગતા 15 લોકોના મોત થયા હતા.

તક્ષશિલા કાંડ સુરતથી TRP ગેમિંગ ઝોન રાજકોટ સુધી અનેકવાર ગંભીર અકસ્માત જોયા છે અને અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. તંત્ર ક્યાં સુધી આંખ આડા કાન કરશે? ક્યાં સુધી આમ ને આમ નિર્દોષો ના જીવ જશે? શું તંત્ર ને જવાબદારીનું ભાન થશે અને યોગ્ય કાર્યવાહી કરશે ખરા?

આ સમાચાર શેર કરો