મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવરાત્રિ-2024ઃ અંબાજી મંદિરે દર્શને જતા પહેલા વાંચી લેજો આ સમાચાર, આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે. માં જ

નવરાત્રિ-2024ઃ અંબાજી મંદિરે દર્શને જતા પહેલા વાંચી લેજો આ સમાચાર, આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

 ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે. માં જગતજનની જગદંબાનું આ શક્તિપીઠ અંબાજી મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખ ધરાવે છે. કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર ગણાતુમાં જગદંબાના મંદિરમાં માતાજી ના દર્શનાર્થે દૂર દૂર થી માઇભકતો દર રોજ હજારોની સંખ્યામાં આવે છે. 

વર્ષ દરમ્યાન સંખ્યાબંધ વખત સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અને અંબાજી માતા મંદિરમાં યાત્રાળુઓની સગવડતા ખાતર માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. 

આવતીકાલથી અંબાજી મંદિરના સમયમાં ફેરફાર

આરતી સવારે  - 07:30 થી 08:00
દર્શન સવારે  - 08:00 થી 11:30 
રાજભોગ બપોરે - 12:00 કલાકે 
દર્શન બપોરે - 12:30 થી 04 :15
આરતી સાંજે - 06:30 થી 07:00
દર્શન સાંજે - 07:00 થી 09:00 

 આસો સુદ-8 (આઠમ) તા. 11/10/24 ના રોજ આરતીનો સમય સવારે 06:00 કલાકે થશે 

ઉત્થાપન-આસો સુદ-8(આઠમ)શુક્રવાર તારીખ 11/10/24 ના સવારે 10:00 કલાકે

આસો સુદ 10 - વિજયા દશમી (સમીપુજન)તા. 12/10/24 ના સાંજે 05:00 કલાક

 દુધપૌઆનો ભોગ- તારીખ 16/10/24 ના બુધવાર ના રોજ રાત્રે 12:00 કલાકે કપુર આરતી કરવામાં આવશે.

આસો સુદ-15 (પુનમ) તારીખ 17/10/24 ના રોજ આરતીનો સમય સવારે 06:00 કલાકે

તારીખ 18/10/24 થી અંબાજી મંદિર મા દર્શન તથા આરતીનો સમય રાબેતા મુજબ રહેશે.

આવતી કાલે આસો સુદ -1 (એકમ) ગુરૂવાર તા. 03/10/24ના રોજથી માતાજી ની આરતી તથા દર્શનનો સમય મા ફેરફાર કરવામાં  આવ્યો છે, અને અંબાજી મંદિર મા આવતીકાલે ઘટ સ્થાપન આસો સુદ-1(એકમ) ગુરૂવાર  ના સવારે 11:00 થી 12:00 કલાકે કરવા મા આવશે.

આ સમાચાર શેર કરો