મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નસવાડીનુ વિચારમાં પાડી દેતું ગામ, પ્રાથમિક શાળા સાગપાલિયાથી તો રેવન્યુ રેકોર્ડ ચાલે છે કેશરપુરા નામથી  

નસવાડી તાલુકાનું એક એવું છે. જ્યાં એક જ ગામના બે નામ ચાલે છે. પ્રાથમિક શાળા સ

નસવાડીનુ વિચારમાં પાડી દેતું ગામ, પ્રાથમિક શાળા સાગપાલિયાથી તો રેવન્યુ રેકોર્ડ ચાલે છે કેશરપુરા નામથી  

નસવાડી તાલુકાનું એક એવું છે. જ્યાં એક જ ગામના બે નામ ચાલે છે. પ્રાથમિક શાળા સાગપાલિયાના નામથી ચાલે છે. જયારે આંગણવાડી કેશરપુરા નામથી ચાલે છે. મતદાન મથક કેશરપુરા નામથી ચાલે છે. જયારે પંચાયત માર્ગ અને મકાન વિભાગનો રસ્તો સાગપાલિયાના નામથી બોર્ડ મારવામાં આવે છે. જયારે રેવન્યુ રેકોર્ડમાં કેશરપુરા નામ ચાલે છે. 

900 લોકોની ગામની વસ્તી

નસવાડી તાલુકાના કાળીડોળી જૂથ ગ્રામ પંચાયતમાં (1) કાળીડોળી (2) કેશરપુરા ગામોનો સમાવેશ છે. જેમાં કેસરપુરા ગામની વસ્તી 900 જેટલા લોકોની છે. જયારે આ ગામના વતની માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ 20 વર્ષ સુધી ધારાસભ્ય તરીકે શાસન કર્યું છે. જ્યારે કેસરપુરા ગામ સમગ્ર રાજ્યમાં રાજકીય રીતે પ્રખ્યાત છે. જયારે હાલ આ ગામમાં પ્રાથમિક શાળા કાર્યરત છે. તે વર્ષોથી સાગપાલિયા નામથી ચાલે છે. જયારે પંચાયત માર્ગ મકાન વિભાગનો રસ્તો સાગપાલિયાના નામથી ચાલે છે. રોડ ઉપર ગામના બોર્ડ સાગપાલિયાના નામથી મારવામાં આવેલા છે. જયારે પ્રાથમિક શાળામાં આવેલું મતદાન મથકનું બોર્ડ કેસરપુરા નામથી ચાલે છે. આંગણવાડી પણ કેસરપુરાના નામથી ચાલે છે. 

સરકારી ટપાલ ચડે છે ગેરવલ્લે

પ્રાથમિક શાળાના આચાર્યના જણાવ્યા મુજબ મારી શાળાનું નામ સાગપાલિયા ચાલે છે. સરકારી ટપાલ અમુકવાર ગેરવલ્લે પણ પડી જાય છે. અન્ય જગ્યા ઉપર જતી રહે છે. કેટલીક ટપાલોના મળતા મુશ્કેલી પણ પડે છે. જયારે માજીધારાસભ્ય ધીરુભાઈ ભીલના જણાવ્યા મુજબ વર્ષો પેહલા કેસરપુરા ગામની બહાર સાગપાલિયા ગામ વસેલું હતું. પરંતુ પાણીની સમસ્યા હતી. તે વખતે કેસરપુરા ગામ પાસે વાવ ખોદવામાં આવી હતી. તેમાં પાણી આવતા સાગપાલિયા ગામ નવું કેસરપુરા તરીકે વસ્યું હતું. જયારે રજવાડી સાશનમાં સાગપાલિયા ગામ રેકોર્ડ ઉપર હતું. તે વખતે પ્રાથમિક શાળા સાગપાલિયા ગામથી બની હતી. જયારે રેવન્યુ રેકોર્ડમાં પણ સાગપાલિયા ચાલતું હતું. 

મતદાન મથકમાં પણ અલગ નામ

અનેકવાર રજૂઆતો કરીને કેસરપુરા ગામ 7/12, 8 અ માં ચઢાવ્યા છે. જયારે અમુક લોકોના 7/12, 8 અ માં સુધારવાના બાકી છે. એક ગામના બે નામ હોવાથી રોડ ઉપર દિશાસૂચક બોર્ડમાં સાગપાલિયા અને અમુક કેસરપુરા આમ બે બોર્ડ મારેલા હોવાથી અમુક વાર મુશ્કેલીનો સામનો બહારથી આવનાર લોકોને થાય છે. જયારે શાળામાં પણ ચૂંટણીપંચનું મતદાન મથકમાં સંખેડા વિધાનસભા બેઠકમાં કેસરપુરા નામ બોલે છે. જયારે ચૂંટણીની કામગીરીમાં આવતા જિલ્લા બહારના કર્મચારીઓ શાળાનું બોર્ડ જોઈને વિચારવામાં પડી જાય છે. 

મૂંજવણમાં મૂકે છે નામ

મતદાન મથકનું નામ કેસરપુરા અને ઓરડાના દરવાજે કેસરપુરા નામ લખેલું હોવાથી મુંજવણમાં મુકાઈ જાય છે. જયારે પંચાયત માર્ગ મકાન વિભાગ અને સ્ટેટ આર એન્ડ બી વિભાગ આ બે વિભાગોનો અલગ અલગ રસ્તો છે. બંન્નેના રેકોર્ડ ઉપર સાગપાલિયા ગામ બોલે છે. જયારે તાલુકામાં આ ગામનું નામ પ્રખ્યાત કેસરપુરા છે. માટે રોડ વિભાગના અધિકારીઓ એક ગામના બે નામના બોર્ડ મારવા માટે મજબુર બની જાય છે. જયારે બે બોર્ડથી બહારથી આવનાર લોકો પણ મુંજવણમાં મુકાઈ જાય છે. 

આ સમાચાર શેર કરો