VIDEO:નર્મદામાં ‘દૂધ સંજીવની’ યોજનાની બેદરકારી? રસ્તા પર ફેંકાયેલી દૂધની કોથળીઓ મળતા ખળભળાટ
સોર્સ : GSTV
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં ફરી એકવાર 'દૂધ સંજીવની' યોજનાની ગંભીર બેદરકારી સામે આવી છે. કણબીપીઠા ગામ નજીક પ્રાથમિક શાળાના આદિવાસી વિદ્યાર્થીઓ માટે ફાળવાયેલી દૂધની કોથળીઓ રસ્તે ફેંકી દીધેલી હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. અગાઉ ઘાંટોલી ગામ નજીક પણ આવો જ કિસ્સો બન્યો હતો. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને પોષણયુક્ત દૂધ પહોંચાડવાનો છે, પરંતુ આ પ્રકારે દૂધનો બગાડ થતા યોજનાની સફળતા સામે સવાલો ઉઠ્યા છે. જવાબદારો સામે કડક તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.

