મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમા આ કંપનીના નામનું પાટીયું મારી ચાલતો હતો હવાલાનો ખેલ, મુંબઈ ઈડીએ પાડ્યા દરોડા

સુરતના વરાછારોડ પર આઇસવર્થ રિયાલિટી એલએલપી. કંપનીનું પાટિયું મારી હવાલાનાં નાણાં ફેરવવા

સુરતમા આ કંપનીના નામનું પાટીયું મારી ચાલતો હતો હવાલાનો ખેલ, મુંબઈ ઈડીએ પાડ્યા દરોડા

સુરતના વરાછારોડ પર આઇસવર્થ રિયાલિટી એલએલપી. કંપનીનું પાટિયું મારી હવાલાનાં નાણાં ફેરવવામાં આવતાં હતાં. સનરાઈઝ એશિયન લિમિટેડ (એસએએલ) ના સ્ક્રીપના શેરના ભાવમાં કરવામાં આવેલી હેરાફેરીથી ઉભા કરેલા કરોડો રૂપિયા પ્રમોટર્સ દ્વારા સુરત, મુંબઈના હીરા વેપારીઓના બેંક એકાઉન્ટમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. 

શેરના ભાવમાં હેરાફેરી કરાઈ

આઇસવર્થ રિયાલિટી એલએલપી અને કંપનીઓને ત્યાં સર્ચ ઓપરેશન દરમિયાન હીરાના રૂપમાં જંગમ મિલકતો, બેંક ભંડોળ, ડીમેટ એકાઉન્ટ હોલ્ડિંગ અને આશરે રૂ. 38.57 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે અને વિવિધ ગુનાહિત દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો રિકવર કરી જપ્ત કરવામાં આવ્યા છે. EDએ સેબી એક્ટ 1992ની વિવિધ કલમો હેઠળની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી. આ કેસમાં મેસર્સ આઈસવર્થ રિયાલિટી એલએલપી અને અન્ય આરોપી વ્યક્તિઓએ એકમોની મિલીભગત દ્વારા સનરાઈઝ એશિયન લિમિટેડ (એસએએલ) ના સ્ક્રીપના શેરના ભાવમાં હેરાફેરી કરવામાં આવી હતી.

ડેટા મિસમેચ

આ કૌભાંડમાં અનેક આંતરિક રીતે જોડાયેલ જૂથ એન્ટિટીઓ સાથે, જેનાથી બોનાફાઇડ રોકાણકારોના ખર્ચે ગેરકાનૂની નફો થાય છે. વધુમાં, તપાસના સમયગાળા દરમિયાન સ્ક્રીપના ભાવમાં જોવા મળેલા વધારાનો કંપનીના વાસ્તવિક નાણાંકીય પ્રદર્શન સાથે તાળો મળતો ન હતો. ડેટા મિસમેચ થતા હતા અને તે ફક્ત જૂથની સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી હેરફેરને કારણે હતો.

આ સમાચાર શેર કરો