મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: પક્ષીઓનું સ્વર્ગ બન્યું નળ સરોવર; 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની નોંધાઈ હાજરી

અમદાવાદ નજીક આવેલ વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઈટ નળ સરોવર પક્ષી અભયારણ્ય ખાતે તાજેતરમાં

Ahmedabad news: પક્ષીઓનું સ્વર્ગ બન્યું નળ સરોવર; 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની નોંધાઈ હાજરી

અમદાવાદ નજીક આવેલ વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઈટ નળ સરોવર પક્ષી અભયારણ્ય ખાતે તાજેતરમાં પક્ષી વસ્તી ગણતરી અભ્યાસ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. પક્ષી વૈવિધ્ય અને તેમની વસ્તીની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે દર બે વર્ષે આ પ્રકારનો વ્યાપક અભ્યાસ કરવામાં આવે છે. આ વર્ષે યોજાયેલા આ સર્વેમાં અંદાજે 270 જેટલી વિવિધ પ્રજાતિઓની 6,42,232 પક્ષીઓની હાજરી નોંધાઈ છે.

કેવી રીતે કરાઇ પક્ષી ગણતરી?

આ ગણતરી પ્રક્રિયાને ચોકસાઈપૂર્વક પૂર્ણ કરવા માટે સમગ્ર અભયારણ્યને 50 સર્વે ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. દરેક ઝોન માટે એક ટીમની નિમણૂક કરવામાં આવી હતી, જેમણે સાંજ અને સવાર એમ બે તબક્કામાં વ્યવસ્થિત ગણતરી હાથ ધરી હતી. માહિતીના સંકલનમાં કોઈ ક્ષતિ ન રહી જાય તે માટે અનુભવી ગણતરીકારોની દેખરેખ હેઠળ ડેટાની ચકાસણી કરવામાં આવી હતી, નકલ (duplication) દૂર કરવાની કડક પ્રક્રિયા બાદ જ અંતિમ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની નોંધણી કરવામાં આવી છે.

સહભાગીઓનું યોગદાન અને સુવિધાઓ

આ અભ્યાસમાં કુલ 220 પક્ષીવિદો અને ઉત્સાહીઓએ ભાગ લીધો હતો. આ ટીમમાં 35 વિદ્યાર્થીઓ, 61 પક્ષી નિરીક્ષકો અને ફોટોગ્રાફી નિષ્ણાતો, ગુજરાત બહારથી આવેલા 13 નિષ્ણાતો તેમજ વન વિભાગ તથા અન્ય વિભાગોના 12 કર્મચારીઓ સામેલ હતા. ખાસ કરીને સ્થાનિક 99 બોટમેન અને માર્ગદર્શકોએ આ પ્રક્રિયામાં પાયાની ભૂમિકા ભજવી હતી. વન વિભાગ દ્વારા તમામ માટે નિવાસ, ભોજન અને સેન્સસ કિટ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી, અને તેમણે સહભાગિતાના પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા.

માહિતી સંગ્રહની ચોકસાઈ જળવાય અને વન્યજીવોને કોઈ ખલેલ ન પહોંચે તે હેતુથી ગણતરીના બે દિવસ દરમિયાન અભયારણ્ય મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું

આ સમાચાર શેર કરો