મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: નગરદેવી વિશ્વ વિખ્યાત માતા ભદ્રકાળીદેવીની 614 વર્ષ પછી નગરયાત્રા નિકળશે, 6.25 કિ.મી. લાંબો છે રૂટ

રાજ્યના અમદાવાદમાં મહત્ત્વની નગરયાત્રા નિકળશે. અમદાવાદ શહેર

અમદાવાદ: નગરદેવી વિશ્વ વિખ્યાત માતા ભદ્રકાળીદેવીની 614 વર્ષ પછી નગરયાત્રા નિકળશે,  6.25 કિ.મી. લાંબો છે રૂટ

રાજ્યના અમદાવાદમાં મહત્ત્વની નગરયાત્રા નિકળશે. અમદાવાદ શહેરનાં નગરદેવી વિશ્વ વિખ્યાત માતા ભદ્રકાળીદેવીની 614 વર્ષ પછી નગરયાત્રા નિકળશે. 26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે.

નગરયાત્રામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટશે

  અમદાવાદના સ્થાપના દિવસે  માતા ભદ્રકાળીદેવીની  6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટશે. રથમાં માતાજીની પાદુકા મૂકવામાં આવશે. અખાડા, ટેબલો, ઊંટ-હાથી, ભજન મંડળી વગેરે યાત્રાને શોભાવશે.

26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો નગરયાત્રાનું પ્રસ્થાન કરાવી શકે છે. આ યાત્રા ભદ્રકાળી મંદિરથી શરૂ થઈ ત્રણ દરવાજા, ગુરુ માણેકનાથજી સમાધિ સ્થાન, માણેકચોક, દાણાપીઠ, અમદાવાદ મ્યુનિ. ઓફિસ, ખમાસા, પગથિયા, જમાલપુર દરવાજા, જગન્નાથ મંદિરથી અલગ અલગ વિસ્તારમાં ફરી નિજમંદિર પહોંચશે. રૂટ ઉપર થોડાથોડા અંતર ઉપર સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવશે. યાત્રા નિજમંદિર પહોંચ્યા બાદ હવન થશે

આ સમાચાર શેર કરો