મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

શિક્ષણ જગત લજવાયું: LC આપવાના બહાને મહિલાને અમદાવાદની હોટલમાં બોલાવનાર નડિયાદનો આચાર્ય રંગેહાથ ઝડપાયો

Nadiad principal caught with woman to Ahmedabad hotel on pretext of giving LC | Ahmedabad News: અમદાવાદ શહેરના વટવા GIDC વિસ્તારમાં ગત રોજ એક ચોંકાવનારી ઘટના

શિક્ષણ જગત લજવાયું: LC આપવાના બહાને મહિલાને અમદાવાદની હોટલમાં બોલાવનાર નડિયાદનો આચાર્ય રંગેહાથ ઝડપાયો

Ahmedabad News: અમદાવાદ શહેરના વટવા GIDC વિસ્તારમાં ગત રોજ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં નડિયાદની એક શાળાના આચાર્ય મહિલા સાથે હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં ઝડપાયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી અનુસાર, નડિયાદની એક શાળામાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા કિરીટ ઝાલા પર ગંભીર આરોપ લાગ્યા છે. આરોપ છે કે તેણે પોતાની જ શાળાના એક બાળકની માતાને કામ અર્થે અમદાવાદની હોટલમાં બોલાવી હતી. મહિલાએ પોતાના બાળકનું  શાળા છોડવાનું પ્રમાણપત્ર (LC) લેવા માટે શાળામાં અરજી કરી હતી. આક્ષેપ છે કે LC આપવાના બદલામાં આચાર્યે મહિલાને મળવા માટે અમદાવાદની હોટલમાં બોલાવી હતી. તપાસ દરમિયાન આચાર્ય પાસેથી શાળાના LC માટેની ઓફિશિયલ બુક પણ મળી આવી છે, જે સરકારી દસ્તાવેજોના દુરુપયોગ તરફ ઇશારો કરે છે.

પોલીસ કાર્યવાહી

આ ઘટનાની જાણ બજરંગ દળના કાર્યકરોને થતા તેઓ વટવા GIDC વિસ્તારની હોટલ પર પહોંચ્યા હતા. કાર્યકરોએ હોટલના રૂમમાં દરોડા પાડી આચાર્ય કિરીટ ઝાલાને મહિલા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ દરમિયાન સ્થળ પર ભારે હોબાળો સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. હાલમાં આ મામલે વટવા GIDC પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આચાર્યની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો