રાજ્યના વધુ એક શિક્ષિકા અમેરિકા જતા રહ્યાં, એક વર્ષથી સ્કૂલમાં ગેરહાજર
રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે. શિક્ષકો ગેરહાજર રહીને મસમોટો પગાર મેળવી રહ્યાં છે બીજ

રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે. શિક્ષકો ગેરહાજર રહીને મસમોટો પગાર મેળવી રહ્યાં છે બીજી તરફ વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે. બનાસકાંઠાના દાંતાની પાન્છા સ્કૂલમાં શિક્ષિકા આઠ મહિનાથી વિદેશ હોવાનું જાણવા મળ્યા બાદ હવે ખેડા જિલ્લામાં પણ શિક્ષિકા એક વર્ષથી અમેરિકા હોવાનું જાણવા મળ્યું છે.
નડિયાદની સ્કૂલમાં શિક્ષિકા અમેરિકામાં
ખેડાના નડિયાદ તાલુકાની હાથજ પ્રાથમિક શાળાના શિક્ષિકા સોનલબેન પરમાર છેલ્લા એક વર્ષથી વિદેશ જતા રહ્યાં છે. 1 સપ્ટેમ્બર 2023થી સોનલબેન સ્કૂલમાં ગેરહાજર હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકા જતા પહેલા શિક્ષિકાએ શિક્ષણ વિભાગ પાસેથી NOC પણ લીધું નથી.
સોનલબેન વિદેશ જતા રહેતા પ્રાથમિક શાળામાં એક શિક્ષકની ઘટ પડી રહી છે. નડિયાદની હાથજ પ્રાથમિક શાળામાં ધોરણ એકથી 8ની સ્કૂલમાં 564 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાના મુખ્ય શિક્ષક દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણમાં જાણ કરવામાં આવતા તેમની ગેરહાજરી પુરાઇ રહી છે. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સોનલબેનને નોટિસ આપવામાં આવી છે પણ આજ દિન સુધી સોનલબેન પરમારે કોઇ જવાબ આપ્યો નથી.






