Surat/ સમૂહ લગ્નમાં મુસ્લિમ યુવતીના હિન્દુ વિધિથી લગ્ન કરાવવાની જાહેરાત સામે ઉગ્ર વિરોધ, કલેક્ટર-CP સુધી પહોંચી રજૂઆત
સુરત શહેરમાં આગામી 14 માર્ચના રોજ આયોજિત એક ભવ્ય સમૂહ લગ્ન સમા


સુરત શહેરમાં આગામી 14 માર્ચના રોજ આયોજિત એક ભવ્ય સમૂહ લગ્ન સમારોહ અત્યારે વિવાદોના કેન્દ્રમાં છે. 'યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ' દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં એક મુસ્લિમ યુવતીના હિન્દુ યુવક સાથે હિન્દુ વિધિથી લગ્ન કરાવવાની જાહેરાત કરવામાં આવી હતી, જેનો ભારે વિરોધ થતા આખરે ટ્રસ્ટે આ લગ્ન રદ કરવાનો નિર્ણય લીધો છે.
શું હતો સમગ્ર વિવાદ?
યશવી ફાઉન્ડેશન દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, 14 માર્ચના રોજ યોજાનારા સમૂહ લગ્નમાં એક મુસ્લિમ યુવતી હિન્દુ ધર્મના યુવક સાથે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી પ્રભુતામાં પગલાં પાડશે. આ જાહેરાત વાયુવેગે પ્રસરતા જ દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.
કાયદાકીય ગૂંચ અને ઉગ્ર રજૂઆત
દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા સુરત કલેક્ટર અને પોલીસ કમિશનરને આ મામલે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. સમાજના કન્વીનર અસલમ સાઇકલવાળાએ આક્ષેપ કર્યો હતો કે કોઈપણ વ્યક્તિને પોતાની મરજી મુજબ લગ્ન કરવાનો અધિકાર છે, પરંતુ સમૂહ લગ્નના જાહેર મંચ પરથી મુસ્લિમ યુવતીના હિન્દુ વિધિથી લગ્ન કરાવવા તે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ 2021નું ઉલ્લંઘન છે.
આ પ્રકારના આયોજનથી શહેરની શાંતિ અને વર્ષો જૂના ભાઈચારાના વાતાવરણમાં ખલેલ પડી શકે છે.
પરિવારની અસંમતિ અને ટ્રસ્ટનો નિર્ણય
સમાજના ભારે વિરોધ અને પરિવારની અસંમતિને જોતા આખરે યશવી ટ્રસ્ટે વિવાદિત લગ્ન રદ કરવાની જાહેરાત કરી છે. જોકે, જાણવા મળી રહ્યું છે કે યુવક અને યુવતી હજુ પણ લગ્ન કરવા માટે મક્કમ છે, પરંતુ હવે આ લગ્ન સમૂહ લગ્નના મંચ પરથી હિન્દુ વિધિથી નહીં થાય.
સમાજનું શું કહેવું છે?
"કોઈપણ વ્યક્તિની મરજી મુજબ લગ્ન કરવાનો અધિકાર છે પરંતુ, સમૂહ લગ્નના મંચ પરથી જાહેરમાં 'હિન્દુ વિધિ' દ્વારા મુસ્લિમ યુવતીના લગ્ન કરાવવા તે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ 2021નું સરેઆમ ઉલ્લંઘન છે. સમાજે આક્ષેપ કર્યો હતો કે, આ પ્રકારના આયોજનથી શહેરની શાંતિ અને ભાઈચારાના વાતાવરણમાં ખલેલ પડી શકે છે







