બનાસકાંઠા: જગાણામાં સાત દિવસ પહેલા થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો
બનાસકાંઠાના જગાણા ગામની સીમમાં ગત 20 જુલાઈના રોજ એક યુવકની લાશ મળી હતી. પીએમ રિપોર્ટમાં આ યુવકની

બનાસકાંઠાના જગાણા ગામની સીમમાં ગત 20 જુલાઈના રોજ એક યુવકની લાશ મળી હતી. પીએમ રિપોર્ટમાં આ યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે આ કેસમાં ગણતરીના દિવસોમાં હત્યારાની ધરપકડ કરીને જેલ હવાલે કરી દીધો છે.
પ્રાથમિક દૃષ્ટિએ અનુમાન હતું કે આ અકસ્માત છે
પ્રાપ્ત માહિતી પ્રમાણે પાલનપુરના જગાણા ગામની સીમમાં અંદાજિત સાત દિવસ પહેલા એક યુવકની લાશ મળી આવી હતી. પ્રાથમિક દૃષ્ટિએ અનુમાન હતું કે આ અકસ્માત છે. પાલનપુર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરી હતી.
જેમાં મૃતકની ઓળખ બિતાભાઈ માના ભાઈ ડાભી(૪૫ વર્ષ) હોવાનું બહાર આવ્યું હતું. મૃતકની લાશ તેના ભાઈએ બતાવી હતી. પોલીસને કહ્યું હતું કે, તેના ભાઈની હત્યા થઈ છે. આ હત્યા લાલુભાઇ ઉર્ફે લાલુ ભુરાભાઈ બુમડીયાએ કરી હોવાનું પણ મૃતકના ભાઈએ પોલીસને જણાવ્યું હતું. જે બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ ખાનગી રહે તપાસ કરાવી પુરાવા ભેગા કરતા મૃતકની હત્યા કરનાર હત્યારો લાલુભાઈ ઝડપાયો હતો.
પોલીસે હત્યારાને જેલના સળિયા ગણતો કરી દીધો
મૃતક અને હત્યારા લાલુભાઈ વચ્ચે રૂપિયા 10,000ના લેણા તેમજ મોબાઇલના પૈસા બાબતની તકરાર ચાલતી હતી. જેની અદાવત રાખી બિતાભાઈ ડાભીની લાલુએ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ગણતરીના દિવસોમાં મર્ડર કેસનો ભેદ ઉકેલી હત્યારાને જેલના સળિયા ગણતો કરી દીધો છે.








