મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત: બુટલેગરની હત્યાના આરોપીની જ તીક્ષ્ણ હથિયારથી ઘાતકી હત્યા, મર્ડરના CCTV ફૂટેજ આવ્યા સામે

સુરતના ડિંડોલી વિસ્તારમાં 22 વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી દેવામાં આવી છે. આ કેસમાં હાલ પોલીસે એક

સુરત:  બુટલેગરની હત્યાના આરોપીની જ તીક્ષ્ણ હથિયારથી ઘાતકી હત્યા, મર્ડરના CCTV ફૂટેજ આવ્યા સામે

સુરતના  ડિંડોલી વિસ્તારમાં 22 વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી દેવામાં આવી છે. આ કેસમાં હાલ પોલીસે એક યુવક અને બે સગીર સહિત ત્રણ લોકોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.  હત્યાના સીસીટીવી ફૂટેજ પણ સામે  આવ્યા છે. મહત્ત્વની વાત એ છે કે, મૃત્તક યુવકે 2020માં બુટલેગર કૈલાશ ઉર્ફે કાળુની હત્યા કરી હતી.

આ બાબતે ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું કે,ગઈકાલે રાતે 11:30 વાગ્યાની આસપાસ ડીંડોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં વિજયની હત્યા કરવામાં આવી હતી. હાલ પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથધરી છે. જોકે આ હત્યા કરવા પાછળનું કારણ ગઈકાલે રાતે મૃત્તક યુવક અને આરોપીઓ વચ્ચે કોઈ બાબતે બોલા ચાલી થઇ હતી. જોકે, બાદમાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો. 

મૃતક યુવક થોડા દિવસ પહેલા જ પોતાના વતન મહારાષ્ટ્રથી સુરત આવ્યો હતો

અટકાયત કરવામાં આવેલા ત્રણેય આરોપીઓ દ્વારા મૃતક યુવક ઉપર ઘાતકી હથિયાર વડે તૂટી પડ્યા હતા પરિણામે તેનું  ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. વિજય થોડા દિવસ પહેલા જ પોતાના વતન મહારાષ્ટ્રથી સુરત આવ્યો હતો. 

મૃતક યુવક બૂટલેગરની હત્યાનો આરોપી

મૃતક યુવક બે વર્ષ પેહલા જ ડિંડોલી વિસ્તારમાં આવેલ ભીમનગરના નામચીન બુટલેગર કૈલાશ ઉર્ફે કાળુની  હત્યાનો આરોપી છે જેતે સમય દરમિયાન આરોપી સગીર હોવાથી હત્યા કર્યા બાદ થોડા જ મહિનાઓમાં છૂટી ગયો હતો અને પોતાના વતન જઈ રહેતો હતો.

આ સમાચાર શેર કરો