મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ રૂપિયાની લેતી દેતીમાં થઈ ગઈ બબાલ, મિત્રે જ પોતાના મિત્રનું કાસળ કાઢી નાંખ્યું

સુરતમાં હત્યાના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યાં. ત્યારે રાંદેર વિસ્તારમાં વહેલી સવા

સુરત/ રૂપિયાની લેતી દેતીમાં થઈ ગઈ બબાલ, મિત્રે જ પોતાના મિત્રનું કાસળ કાઢી નાંખ્યું

સુરતમાં હત્યાના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યાં. ત્યારે રાંદેર વિસ્તારમાં વહેલી સવારે એક યુવકની હત્યા થઈ હતી. આ હત્યા મિત્રએ જ મિત્રની કરી હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જો કે, હત્યાને અંજામ આપીને હત્યારો ફરાર થઈ ગયો હોવાથી તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.

હત્યારો મિત્ર ફરાર

રાંદેરના બાબુ નગરમાં રહેતા 21 વર્ષીય મુન્ના નામના યુવકની હત્યા થઈ હતી. મુન્ના પર ચપ્પુનાં ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. પૈસાની લેતી દેતીમાં ઉશ્કેરાયમાં આવીને આરોપી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાને અંજામ આપી હત્યારો મિત્ર ફરાર થઈ ગયો હતો. જેથી રાંદેર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. હાલ યુવકના મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પૈસાની લેતી-દેતીમાં હત્યા

પોલીસે કહ્યું કે, રાંદેર ચાર રસ્તા પર વહેલી સવારના સમયે પૈસાની લેતી દેતીમાં ઝઘડા બાદ હત્યાનો બનાવ બન્યો છે. ફરિયાદી નઝીરભાઈના નાના ભાઈ મુન્નાની હત્યા થઈ છે. ઉશ્કેરાઈને હત્યા કરવામાં આવી હતી. તિક્ષ્ણ હથિયારના ઘા સાંથળના ભાગે હુમલો થયો હતો. જેથી લોહી વહી જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 108 એમ્બ્યુલન્સમાં ખસેડાયો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ સમાચાર શેર કરો