સુરત પાલિકાની માર્ચ સુધીમાં વેરાની આવકમા વધારો, સૌપ્રથમ વખત 1716 કરોડ વસૂલ્યા
રાજ્યની આર્થિક રાજધાની બની રહેલા સુરતની વેરાની આવકમાં માર્ચ સુધીમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. મહાનગરપાલિકા દ્

રાજ્યની આર્થિક રાજધાની બની રહેલા સુરતની વેરાની આવકમાં માર્ચ સુધીમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. મહાનગરપાલિકા દ્વારા માર્ચ મહિનામાં વેરા વસૂલાતને કામગીરી ખૂબ મોટાપાયે શરૂ કરવામાં આવી હતી. આજ દિન સુધીમાં એક દિવસમાં 41.75 કરોડ પ્રાપ્ત થયેલ સૌથી વધુ વસૂલાત છે. વર્ષ2024-25માં વ્યવસાય વેરામાં 167 કરોડ તથા વાહન વેરામાં 153.33 કરોડ જેટલી વસૂલાત પ્રાપ્ત થઈ છે. જે એક વર્ષમાં પ્રાપ્ત થયેલી સૌથી વધુ વસૂલાત છે.
લક્ષ્યાંક પ્રાપ્ત કરવા મહેનત
સુરત મહાનગરપાલિકા એવેરા વસૂલાતનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યો હતું. સૌથી વધુ વરાછા ઝોન બી અને સૌથી ઓછું સેન્ટ્રલ ઝોનમાં વેરા વસૂલાત થઈ છે. રાજ્યની આર્થિક રાજધાની સુરત મહાનગરપાલિકાની આવકના પ્રમુખ સ્ત્રોત પૈકી વેરા વસૂલાતમાં ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી માત્ર 75% ટકાનો લક્ષ્યાંક જ સિદ્ધ થવા પામ્યો છે. છેલ્લા એક મહિનાથી તમામ ઝોન દ્વારા મોટા પાયે વેરા વસૂલાતની ઝુંબેશ વચ્ચે પણ હજી સુધી ધારી સફળતા મેળવી શક્યા નથી. 30 માર્ચ સુધીમાં 2390 કરોડ રૂપિયાનાં ટાર્ગેટ સામે મહાનગરપાલિકાની તિજોરીમાં વેરા પેટે માત્ર 1716 કરોડ રૂપિયાની આવક થઈ છે.
વાહન વેરામાં 153.33 કરોડની વસૂલાત
આગામી નાણાકીય વર્ષ માટે 10 હજાર કરોડ રૂપિયાનાં ડ્રાફ્ટ બજેટ વચ્ચે ચાલુ વર્ષે પેઈડ અપ એફએસઆઈ પેટે 900 કરોડના લક્ષ્યાંક સામે 1100 કરોડ રૂપિયાની માતબર આવક થઈ છે. જ્યારે બીજી તરફ આવકના એક અન્ય મહત્વપૂર્ણ સ્ત્રોત ગણાતાં વેરા વસૂલાતમાં ચાલુ વર્ષે મહાનગરપાલિકાને ધારી સફળતા મળી નથી. મિલ્કતદારો પાસેથી વસુલવામાં આવતી વેરા વસૂલાતનો લક્ષ્યાંક હજી સુધી માત્ર 75 ટકાએપહોંચ્યો છે. શહેરનાં નવ ઝોન મળી કુલે 2390.59 કરોડ રૂપિયાના લક્ષ્યાંક સામે ચાલુ વર્ષે માત્ર 1716 કરોડ રૂપિયાની જ વસૂલાત થવા પામી છે. વર્ષ2024-25 માં વ્યવસાય વેરામાં 167 કરોડ તથા વાહન વેરામાં 153.33 કરોડ જેટલી વસૂલાત પ્રાપ્ત થઇ છે. જે એક વર્ષમાં પ્રાપ્ત થયેલ સૌથી વધુ વસૂલાત છે.
રજામાં પણ કામગીરી શરૂ
છેલ્લા એક મહિનાથી તમામ ઝોનમાં વેરા વસૂલાતની કાર્યવાહી પુરજોશમાં કરવામાં આવી રહી હતી અને મોટા ભાગે વેરાની ભરપાઈ કરવામાં અખાડા કરનારા મિલ્કતદારો વિરૂદ્ધ સિલીંગની કામગીરી પણ કરવામાં આવી છે. તેમ છતાં ચાલુ વર્ષે વેરા વસૂલાતનો લક્ષ્યાંક પાર પાડવામાં મહાનગરપાલિકાનો પનો ટુંકો પડી રહ્યો હોય તેમ નજરે પડી રહ્યું છે. જો કે, આજે ઈદની રજા વચ્ચે પણ વેરા વસૂલાત ઝુંબેશ ચાલુ રાખવામાં આવી હતી.








