મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત પાલિકાની બલિહારી, 9 ઝોનમાંથી 4 ઝોનનો હવાલો એક જ અધિકારીને માથે થોપી દેવાયો

સુરત પાલિકાના અધિકારીઓની દિવાળીની રજા પુરી થવાનું નામ નથી લઈ રહી. જેની અસર સીધી પાલિકાના વ

સુરત પાલિકાની બલિહારી, 9 ઝોનમાંથી 4 ઝોનનો હવાલો એક જ અધિકારીને માથે થોપી દેવાયો

સુરત પાલિકાના અધિકારીઓની દિવાળીની રજા પુરી થવાનું નામ નથી લઈ રહી. જેની અસર સીધી પાલિકાના વહીવટ પર થઈ રહી છે. સુરત પાલિકાના અનેક ઉચ્ચ અધિકારીઓ રજા પર છે તેના કારણે પાલિકાના અનેક ઝોન ભગવાન ભરોસે હોય તેવો માહોલ ઉભો થયો છે. તેમાં પણ હાલ અનેક અધિકારીઓ રજા પર હોવાના કારણે સુરત પાલિકાના નવ ઝોનમાંથી એક જ અધિકારીને ચાર ઝોનનો કાર્યભાર સોંપી દેવામાં આવ્યો છે જે પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો છે. 

આ પણ વાંચોઃગુજરાત પ્રવાસન વિભાગે દેવાળું ફૂંક્યું, સાપુતારાના સનસેટ પોઈન્ટ પર આવી ડિઝાઈન બનાવાતા વિવાદ

ઉચ્ચ અધિકારીઓ રજા પર 

સુરતમાં દિવાળીના વેકેશનનો માહોલ અન્ય ઓફિસમાં પૂરો થઈ ગયો છે પરંતુ સુરત પાલિકાની કચેરીમાં હજી પણ દિવાળીની રજાનો માહોલ પૂરો થયો નથી. દિવાળી દરમિયાન અનેક અધિકારી-કર્મચારીઓએ રજા મુકી હતી. તેમની રજામાં ઘટાડો કરવા માટેની સૂચના આપી દેવામાં આવી હતી. તેમ છતાં હજુ પણ અનેક ઉચ્ચ અધિકારીઓ રજા પર હોવાથી પાલિકાનો વહીવટ પર અસર પડી રહી છે. 

રજા વિના અધિકારી ભૂગર્ભમાં ઉતર્યા

સુરત પાલિકાના વરાછા ઝોનમાં પે એન્ડ પાર્કના લાંચ કેસમાં પાલિકાના વિરોધ પક્ષ આપના બે કોર્પોરેટરની ધરપકડ થઈ હતી અને તેમાં કાર્યપાલક ઈજનેર અને એ.આર.ઓ.ની. ભૂમિકા પણ બહાર આવી છે. ત્યારબાદ કાર્યપાલક ઈજનેર કમલેશ વસાવા પાલિકા તંત્રની મંજૂરી વિના જ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ગઈકાલે મોડી રાત્રે તેમનો ચાર્જ લિંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલાને સોંપી દેવામા આવ્યો છે.

આ સમાચાર શેર કરો