મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagarમાં થશે 'જંગલેશ્વર' જેવી ઘટના? 3000 મકાનોના વેરા લેવા પાલિકાનો ઇનકાર

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા ગણપતિ ફાટસર વિસ્તારના રહીશો હાલ ભારે ચિંતા અને ભયના ઓથાર હેઠળ

તસવીર: GSTV

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા ગણપતિ ફાટસર વિસ્તારના રહીશો હાલ ભારે ચિંતા અને ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. રાજકોટની કુખ્યાત 'જંગલેશ્વર' જેવી ઘટના અહીં પણ દોહરાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, સ્થાનિક લોકો સામે ચાલીને મ્યુનિસિપલ ટેક્સ ભરવા તૈયાર છે, પરંતુ પાલિકા તંત્ર તેમનો વેરો સ્વીકારવા તૈયાર નથી.

ગણપતિ ફાટસર વિસ્તાર સુરેન્દ્રનગર શહેરના મધ્ય ભાગમાં આવેલો છે. અહીં અંદાજે 3000 થી વધુ મકાનો આવેલા છે. જ્યારે આ મકાનધારકો મહાનગરપાલિકાની કચેરીએ વેરો ભરવા જાય છે, ત્યારે અધિકારીઓ એવો વિચિત્ર જવાબ આપે છે કે, "તમારો વિસ્તાર પાલિકાની હદમાં જ આવતો નથી. નોંધનીય છે કે ગણેશ ફાટસર શહેરના મધ્ય વિસ્તારમાં આવેલુ હોવા છતાં મહાનગરપાલિકા કોઈ વેરો લેવા તૈયાર નથી. ત્યારે મહાનગરપાલિકા ટેક્સ લેતા ન હોવાથી સ્થાનિક લોકો ભયમાં મુકાયા છે. 

આ સમાચાર શેર કરો