મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad/ ભારે વિરોધ બાદ મ્યુનિસિપલ કમિશનરનો મોટો નિર્ણય, સ્લોટર હાઉસની દરખાસ્ત પરત ખેંચ્યો

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં નવા સ્

Ahmedabad/ ભારે વિરોધ બાદ મ્યુનિસિપલ કમિશનરનો મોટો નિર્ણય, સ્લોટર હાઉસની દરખાસ્ત પરત ખેંચ્યો

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં નવા સ્લોટર હાઉસની દરખાસ્તને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. લોકોના વિરોધ અને સત્તાધારી પક્ષના નેતાઓની રજૂઆતને ધ્યાને રાખીને કમિશનર હવે આ દરખાસ્ત પરત ખેંચશે તેવા સમાચાર મળી રહ્યા છે.

ધારાસભ્ય અમિત શાહનો આક્રમક વિરોધ

આ દરખાસ્ત સામે એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય દ્વારા સંકલન સમિતિની બેઠકમાં હયાત સ્લોટર હાઉસ ખસેડવાની રજૂઆત કરવામાં આવી હતી. તેમની રજૂઆતને આધારે કમિશનર દ્વારા કદાચ આ નવી દરખાસ્ત કરવામાં આવી હોઈ શકે. મેં આ કામ તાત્કાલિક રદ કરવા માટે મારી પાર્ટીમાં રજૂઆત કરી છે. મને પૂરો વિશ્વાસ છે કે મારી પાર્ટી અને સત્તાધીશો આ કામને રદ કરશે.

લોકરોષને જોતા નિર્ણયમાં ફેરફાર

ડ્રાફ્ટ બજેટમાં અધ્યતન કતલખાનાની જાહેરાત થતા જ શહેરીજનો અને સામાજિક સંગઠનોમાં વિરોધનો સૂર ઉઠ્યો હતો. લોકોની લાગણી અને વિરોધની તીવ્રતાને જોતા મ્યુનિસિપલ કમિશનરે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

આ સમાચાર શેર કરો