Ahmedabad news: ડ્રાફ્ટ બજેટમાં કતલખાનાના નિર્માણને લઈ 32 કરોડની જોગવાઈ, ભાજપના ધારાસભ્યએ જ નોંધાવ્યો વિરોધ
અમદાવાદ મહાનગરપાલિકાના બજેટને લઈ સામે વિવાદ સામે આવ્યો છે. ડ્રાફ્ટ બજેટમાં સ્લોટ

અમદાવાદ મહાનગરપાલિકાના બજેટને લઈ સામે વિવાદ સામે આવ્યો છે. ડ્રાફ્ટ બજેટમાં સ્લોટર હાઉસ (કતલ ખાના )માટે જોગવાઈ કરાતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. એલિસબ્રિજ વિસ્તારના ભાજપના ધારાસભ્ય અમિત શાહે કતલ ખાનાની જોગવાઈ સામે વિરોધ નોંધાવ્યો છે.
સ્લોટર હાઉસ અત્યાધુનિક બનાવવા ૩૨ કરોડની જોગવાઈ
કમિશનર દ્વારા રજૂ કરાયેલા આ જોગવાઈ પરત ખેંચવા માંગ કરાઈ છે. આ જોગવાઈ કમિશનર પરત ખેચે અથવા તો સ્ટેન્ડિગ ચેરમેન દ્વારા રદ્દ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે મ્યુન્સિપલ કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટમાં સ્લોટર હાઉસ અત્યાધુનિક બનાવવા ૩૨ કરોડની જોગવાઈ કરાઈ છે.




