કચ્છ: મુન્દ્રામાંથી 3 કરોડની સોપારીનો જથ્થો ઝડપાયો, દુબઈથી આવ્યું હતું કન્ટેનર
કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ઈન્ટેલિજન્સ બ્રાંચે(SIIB)એ પ્લાસ્ટિકના દાણાની આડમાં દુબઈથ

કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ઈન્ટેલિજન્સ બ્રાંચે(SIIB)એ પ્લાસ્ટિકના દાણાની આડમાં દુબઈથી આવેલો 53 ટનનો સોપારીનો જથ્થો જપ્ત કર્યો છે. તેની કિંમત અંદાજે 3 કરોડ રૂપિયા જેટલી થાય છે. જેના પગલે DRIની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.
SIIB શાખાને બાતમી મળી હતી હતી કે, દુબઈથી આવેલા કન્ટેનરમાં પ્લાસ્ટિકના દાણાની આડમાં સોપારીનો જથ્થો છે. જે બાતમીના આધારે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના એક યુનિટમાં જતા પહેલા જ કન્ટેનરને અટકાવવામાં આવ્યું હતું, જેની તપાસ કરતા કન્ટેનરમાં સોપારીનો મોટો જથ્થો મળી આવ્યો હતો. દુબઈથી આવેલો 53 ટનનો સોપારીનો જથ્થો જપ્ત કરાયો છે. આ ઉપરાંત બે મોટા 40 ફૂટ સાઈઝના કન્ટેનરમાં સોપારીનો ભરેલો જથ્થો મળી આવ્યો છે પરિણામે ફરી એક મોટો ઘટસ્ફોટ થવાની શક્યતા છે.
તમને જણાવી દઈએ કે, આ કન્ટેનરમાં પીવીસી રેઝિન એટલે કે, પ્લાસ્ટિકના દાણા દર્શાવાયેલા હતા પરંતુ આ કન્ટેનરમાં કુલ 53 ટન વજનની સોપારી મળી આવી હતી. માટે ફરી એકવાર કચ્છમાં સોપારીની દાણચોરી સામે આવી છે.






