માઉન્ટ આબુમાં પેટ્રોલ છાંટી યુવકને જીવતો સળગાવી હત્યાનો પ્રયાસ
Mount Abu News : રાજસ્થાનના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં ચોંકવન

Mount Abu News : રાજસ્થાનના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં ચોંકવનારી ઘટના સામે આવી છે. માઉન્ટ આબુમાં પેટ્રોલ છાંટી યુવકને જીવતો સળગાવ્યાની ઘટના ઘટી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ માઉન્ટ આબુમાં ચાચા મ્યુઝિયમ પાસે ગુજરાત ટ્રાવેલ્સની બાજુમાં આવેલી એક દુકાનમાં એક અજાણ્યા શખ્સે યુવક પર પેટ્રોલ છાંટીને તેને જીવતો સળગાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આરોપી ઘટના બાદ સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.
બીજી બાજું ગંભીર રીતે દાઝી ગયેલા યુવકને સારવાર માટે પહેલા માઉન્ટ આબુની ગ્લોબલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે પાલનપુર ખસેડાયો છે.
ઘટનાની જાણ થતા માઉન્ટ આબુ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘટના અંગે આસપાસના લોકો સાથે વાતચીત અને પૂછપરછ કરી હતી. ઘટનાનું કારણ અને યુવકને સળગાવનાર આરોપીને શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે.






