Gondal માર્કેટિંગ યાર્ડ અને National Peanut Board USA વચ્ચે MOU, ખેડૂતોને થશે મોટો ફાયદો
સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોના હિતમાં એક મહત્ત્વપૂર્ણ પ

સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોના હિતમાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને અમેરિકાની નેશનલ પીનટ બોર્ડ USA (National Peanut Board USA) વચ્ચે મહત્ત્વના મુદ્દાઓ પર સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયા અને અમેરિકન સંસ્થાના CEO પાર્કર બોબ (Parker Bob) વચ્ચે આ MOU થયા હતા.
મગફળી ક્ષેત્રે ક્રાંતિ લાવવાનો ઉદ્દેશ
પાર્કર બોબ અમેરિકામાં મગફળી ક્ષેત્રે ક્રાંતિ લાવવામાં તેમનો મહત્ત્વનો ફાળો રહ્યો છે, ત્યારે તેમની મુલાકાત ગોંડલના મગફળી ઉત્પાદકો માટે ખૂબ જ આશાસ્પદ માનવામાં આવે છે. ગોંડલ યાર્ડની મુલાકાત દરમિયાન પાર્કરે મગફળીના હરાજી સ્થળની મુલાકાત લીધી હતી અને સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું.
તેમણે યાર્ડના દલાલ મંડળ અને વેપારીઓ સાથે બેઠક યોજી હતી અને મગફળીના ઉત્પાદન અંગે મહત્ત્વની માહિતી પૂરી પાડી હતી.
ખેડૂતોને મહત્તમ ફાયદો થવાની આશા
આ MOU અંગે ગોંડલ યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, આ કરાર દ્વારા ગોંડલ પંથકના ખેડૂતોને મહત્તમ ફાયદો થશે અને મગફળીના ઉત્પાદન તથા વેચાણમાં આધુનિકરણ લાવી શકાશે.
આ તકે, યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયા સહિતના આગેવાનોએ પાર્કર બોબનું સન્માન કરી તેમને સ્મૃતિભેટ અર્પણ કરી હતી.








