Rajkot news: 3 આરોપીઓ વ્હેલ માછલીની ઉલ્ટી સાથે ઝડપાયા, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ શહેરમાં પ્રતિબંધિત એમ્બરગ્રીસ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. શહેર SOG ટીમે બાતમીના આધારે શાસ્

રાજકોટ શહેરમાં પ્રતિબંધિત એમ્બરગ્રીસ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. શહેર SOG ટીમે બાતમીના આધારે શાસ્ત્રી મેદાન સામેથી નરેન્દ્રસિંહ જાડેજા, પરેશ શાહ અને આશિષ ભટ્ટને ઝડપી પાડ્યા. ત્રણેય આરોપી મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે.
વ્હેલ માછલીની ઉલટી સાથે 3 આરોપી ઝડપાયા
પોલીસ તપાસમાં ખુલ્યું કે આ શખ્સો રાજકોટમાં એમ્બરગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઉલટીનો ગ્રાહક શોધવા આવ્યા હતા. પોલીસએ તેમની પાસેથી 2.963 ગ્રામ એમ્બરગ્રીસ, એક ફોર વ્હીલર અને મોબાઈલ મળી કુલ 2 કરોડ 97 લાખ 30 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે હવે વધુ તપાસ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.



