મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દેડિયાપાડાથી માવી વચ્ચેના તૂટેલા ખાડી પૂલ પર કામ ચાલુ હોવા છતા જીવના જોખમે પસાર થવા વાહનચાલકો મજબૂર

ભારે વરસાદથી રાજ્યના ઘણા રસ્તાઓ ધોવાઈ ગયા હતા. ત્યારે દેડિયાપાડાથી મોવી વચ્ચ

દેડિયાપાડાથી માવી વચ્ચેના તૂટેલા ખાડી પૂલ પર કામ ચાલુ હોવા છતા જીવના જોખમે પસાર થવા વાહનચાલકો મજબૂર

ભારે વરસાદથી રાજ્યના ઘણા રસ્તાઓ ધોવાઈ ગયા હતા. ત્યારે દેડિયાપાડાથી મોવી વચ્ચે યાલ ગામ વચ્ચે ખાડી પરનો પૂલ જુલાઈ માસમાં નેત્રંગ તાલુકામાં ભારે વરસાદ થતાં પૂલ તૂટી ગયો હતો. લોકોની અવરજવર અને ટુ વ્હીલર વાહનો ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

જવાબદારીને લઈને સવાલો ઉઠ્યા

પૂલનું કામ ચાલુ છે. જીવના જોખમે ટુ વ્હીલર અને લોકોની અવરજવર બેરોકટોક ચાલુ છે. જેથી મોટો અકસ્માત થશે તો કોણ જવાબદાર ? તેવા સવાલો ઉભા થયા છે. પૂલ બનાવવામાં સિમેન્ટની પાઈપ નાંખીને પથ્થરોથી પૂરાણ કરવામાં આવી રહ્યું છે. પુલ પર કપચી નાખીને કામ કરવામાં આવી રહ્યું છે.

અગવડતાને લઈને સવાલો ઉઠ્યા

બે ત્રણ દિવસમાં દેડિયાપાડા મોવી વચ્ચે યાલ ગામે ખાડી ઉપરનો આ નવો પૂલ ચાલુ થશે. આ પુલ કેટલો ટકશે એ આવનાર સમય બતાવશે?, જોકે હાલ તો જીવના જોખમે વાહનચાલકો પસાર થઈ રહ્યા હોવાથી તેમને પડતી અગવડતાને લઈને સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો