સુરતમાં ભુવા પડવાનું યથાવત, ડભોલી સ્વામીનારાયણ મંદિર નજીક રસ્તા પર ભુવો પડતા વાહનચાલકો પરેશાન
સુરત પાલિકાની પ્રી-મોન્સૂન સહિતની કામગીરી પર સતત સવાલો ઉઠી રહ્યા છે. કતારગામ ઝોનમાં ડભોલી

સુરત પાલિકાની પ્રી-મોન્સૂન સહિતની કામગીરી પર સતત સવાલો ઉઠી રહ્યા છે. કતારગામ ઝોનમાં ડભોલી ચાર રસ્તા પાસે પડેલા ભુવો પડ્યો છે. લોકોએ ભુવાની ફરિયાદ કરી છે. સ્થાનિકોની ફરિયાદ છતાં તંત્ર કોઈ કામગીરી કરતું ન હોવાથી વાહન ચાલકોને અકસ્માત નડે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.
ભુવો પડતા મુશ્કેલી
સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભુવા પડવાની મોસમ પણ શરુ થઈ જાય છે. હાલમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે તેમ છતાં છેલ્લા બે દિવસમાં ભુવા પડવાની બે ફરિયાદ બહાર આવી છે. થોડા દિવસ અગાઉ જ્યોતિન્દ્ર દવે ગાર્ડન પાસે ભુવો પડ્યો હતો તેને રીપેરીંગની કામગીરી થઈ હતી. ત્યારબાદ અડાજણ બદરી નારાયણ મંદિર પાસે ભુવો પડ્યો હોવાની ફરિયાદ સ્થાનિકોએ ફરીયાદ કરી હતી.
તંત્ર જાગતું નથી
ડભોલી વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર નજીક રસ્તા પર ભુવો પડ્યો હતો. જેના કારણે વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ લોકોએ ફરિયાદ કરતાં કહ્યું કે, શહેરમાં ભ્રષ્ટાચારના કારણે આ ભુવા ઠેર ઠેર પડી રહ્યા છે. વરસાદ બંધ થઈ જાય પછી પણ પાલિકા તંત્ર જાગતું ન હોવાથી આવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.








