મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્યના આ શહેરમાં થાય છે સૌથી વધુ અકસ્માત, દરરોજ 75 વ્યક્તિ બને છે અકસ્માતનો ભોગ

અમદાવાદમાં વાહન અકસ્માતના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2024 અમદાવાદમાંથી જ 20,159 વ્યક્તિને વાહન અકસ્મ

રાજ્યના આ શહેરમાં થાય છે સૌથી વધુ અકસ્માત, દરરોજ 75 વ્યક્તિ બને છે અકસ્માતનો ભોગ

અમદાવાદમાં વાહન અકસ્માતના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2024 અમદાવાદમાંથી જ 20,159 વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા પહોંચી હતી. ગત વર્ષની સરખામણીએ વાહન અકસ્માતથી ઈજાના પ્રમાણમાં 5 ટકાથી વધુનો વધારો થયો છે.

 જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2024 સુધી 78,415 વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા

ઈમરજન્સી સેવા  108 પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2024 સુધી 78,415 વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા પહોંચી છે. આ સ્થિતિએ રોજ સરેરાશ 75 વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા બાદ ઈમરજન્સી સેવાની મદદ લીધી છે. બીજી તરફ વર્ષ 2023 આ સમયગાળામાં અમદાવાદમાં 19,122 વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા થતાં ઈમરજન્સીની મદદ લેવી પડી હતી.

આ વર્ષે 1.19 લાખથી વધુને વાહન અકસ્માતમાં ઈજાઓ પહોંચી

બીજી તરફ ગુજરાતમાં આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી વાહન અકસ્માતથી ઈજાના કુલ 1,19,220 કેસ નોંધાયા છે. આમ, પ્રતિ દિવસે દરરોજ સરેરાશ 436ને વાહન અકસ્માતમાં ઈજા પહોંચે છે. 2023 આ સમયગાળામાં વાહન અકસ્માતથી ઈજાના 1.16 લાખ કેસ નોંધાયા હતા. આ વર્ષની સ્થિતિ જોતાં કહી શકાય કે ગુજરાતમાં રોજ થતાં અકસ્માતમાંથી 17 ટકા માત્ર અમદાવાદના હોય છે.

આ સમાચાર શેર કરો