મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નકલી જજ : મોરીસ કોઈપણ રાજ્યની કાઉન્સિલમાં રોલ પર નોંધાયેલો નથી વકીલ, છતાં વર્ષોથી કરે છે પ્રેક્ટિસ

નકલી જજ અને નકલી વકીલ એવા મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન અંગે ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને

નકલી જજ : મોરીસ કોઈપણ રાજ્યની કાઉન્સિલમાં રોલ પર નોંધાયેલો નથી વકીલ, છતાં વર્ષોથી કરે છે પ્રેક્ટિસ

નકલી જજ અને નકલી વકીલ એવા મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન અંગે ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ મોટો ખુલાસે કર્યો હતો કે, મોરીસ ક્રિશ્ચિયને ગુજરાત બાર કાઉન્સીલના રોલ પર નોંધાયેલ વકીલ જ નથી. અગાઉ મોરીસે જ્યારે બાર કાઉન્સીલમાં સનદ મેળવવા માટે જુલાઈ-2007માં અરજી કરી ત્યારે ગુજરાત બાર કાઉન્સીલે મોરીસે તેના પ્રમાણપત્રોમું વેરીફિકેશન કરાવ્યું હતું અને બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા પાસેથી ખરાઈ કરાવી હતી.

મોરીસ ક્રિશ્ચિયન સનદ મેળવવા માટેની લાયકાત કે યોગ્યતા ધરાવતા નથી

જેમાં ખુદ બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાએ જ ડિસેમ્બર-2007માં જણાવ્યું હતું કે, મોરીસ ક્રિશ્ચિયન સનદ મેળવવા માટેની લાયકાત કે યોગ્યતા ધરાવતા નથી. એ પછી બાર કાઉન્સીલ તરફથી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં મોરીસ ક્રિશ્ચિયન વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી હતી, જેમાં કોર્ટે પોલીસ તપાસનો હુકમ કરતાં ક્રાઈમબ્રાન્ચને તપાસ પણ સોંપાઈ હતી.

બાર કાઉન્સીલે સ્પષ્ટ કર્યું કે મોરીસ ક્રિશ્ચિયન દેશના કોઈપણ રાજ્યની બાર કાઉન્સીલમાં સભ્ય નથી

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો કર્યો હતો કે તેણે 2002માં અખિલ ભારતીય શિક્ષા સંસ્થા નવી દિલ્હી ખાતેથી એલએલબીની ડિગ્રી મેળવી હતી અને અગાઉ બી.કોમ પણ આ જ યુનિવર્સિટીમાંથી કર્યું હતું, અને તે ઈન્ટરનેશનલ બાર કાઉન્સીલનો સભ્ય છે, તેથી ક્રાઈમબ્રાન્ચે ગુજરાત બાર કાઉન્સીલનો અભિપ્રાય પણ માંગ્યો હતો કે શું મોરીસ ક્રિશ્ચિયન કાયદેસર વકીલ છે, અને શું ઈન્ટરનેશનલ બાર કાઉન્સીલનો સભ્ય હોય તો તે અહીં વકિલાત કરી શકે? જેથી બાર કાઉન્સીલે સ્પષ્ટ કર્યું કે મોરીસ ક્રિશ્ચિયન દેશના કોઈપણ રાજ્યની બાર કાઉન્સીલમાં સભ્ય નથી, અને તે ગુજરાતમાં પણ રોલ પર નોંધાયેલ વકીલ નથી.

મોરીસ જે યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવવાનો દાવો કરે છે તેને બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાની માન્યતા નથી

મોરીસ જે યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવવાનો દાવો કરે છે તેને બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાની માન્યતા પ્રાપ્ત જ નથી. બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી. કેલ્લાએ ઉમેર્યું કે ઈન્ટરનેશન બાર કાઉન્સીલના સભ્યપદના ઓઠા હેઠળ કોઈપણ વ્યક્તિ દેશની કે રાજ્યની કોઈપણ અદાલતમાં પ્રેક્ટિસ કરી શકે નહીં. મોરીસ સેમ્યુઅલ છેલ્લા 25-30 વર્ષોથી ગેરકાયદે રીતે વકીલાતની પ્રેક્ટિસ કરી રહ્યો છે, અને તેની વિરુદ્ધ બાર કાઉન્સીલ દ્વારા નોંધાવાયેલી ફરિયદાનો કેસ હાલ પુરાવાના સ્ટેજ પર ગ્રામ્ય કોર્ટમાં પડતર છે.

આ સમાચાર શેર કરો