બેટ દ્વારકાના પૂર્વ કાંઠા વિસ્તારનાં દરિયા કિનારેથી ચરસના પેકેટો ઝડપાયા, 93 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
દ્વારકા જિલ્લામાં ચરસનો જથ્થો મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યના બેટ દ્વારકામાં પૂર્વ કાંઠા વિસ્તારનાં દરિય

દ્વારકા જિલ્લામાં ચરસનો જથ્થો મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યના બેટ દ્વારકામાં પૂર્વ કાંઠા વિસ્તારનાં દરિયા કિનારેથી ચરસના 2 પેકેટો મળી આવ્યા છે. 2 પેકેટમાં અંદાજે 93 લાખ 30 હજાર જેટલી રકમનો મુદ્દામાલ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
આ ચરસના પેકેટને પોલીસે જપ્ત કર્યા
આ ચરસના પેકેટને પોલીસે જપ્ત કર્યા છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે જિલ્લા એસ.પી.નિતેશ. પાંડેની અધ્યક્ષતા પોલીસ દ્વારા દરિયાઈ પટીમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
નવસારીમાં આવેલ જલાલપોરના દરિયા કિનારે મળ્યું હતું ચરસ
થોડાક દિવસો અગાઉ નવસારીમાં આવેલ જલાલપોરના ઓંજલ ગામના દરિયા કિનારેથી પોલીસને પ્લાસ્ટિકના કોથળામાંથી ચરસના 50 પેકેટ મળી આવ્યા હતા. જેનું અંદાજિત વજન 60 કિલો જેટલું હતું. જેની બજાર કિંમત 30 કરોડ જેટલી આંકવામાં આવી છે. હાલ તો પોલીસે હસિસ નામના ચરસના જથ્થાને એફએસએલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.






