ગોઝારો રવિવાર: રાજ્યમાં અકસ્માતની બે ઘટનામાં 30થી વધુ લોકો ઇજાગ્રસ્ત, એક મહિલાનું મોત
રાજ્યમાં ગંભીર માર્ગ અકસ્માતની બે મોટી ઘટનાઓ સર્જાઈ હતી. પાટણ અને અમરેલીમાં બે ગંભીર અકસ્માત સર્જા

રાજ્યમાં ગંભીર માર્ગ અકસ્માતની બે મોટી ઘટનાઓ સર્જાઈ હતી. પાટણ અને અમરેલીમાં બે ગંભીર અકસ્માત સર્જાયા હતા. બન્ને અકસ્માતમાં કુલ 32 લોકો ઈજાગ્રસ્ત થયા અને એકનું મોત થયું છે. પાટણના સિદ્ધપુરમાં માત્ર 24 કલાકમાં બીજો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અંદાજીત 20 જેટલા મુસાફરો પીકઅપ ડાલામાં સવાર હતા
સિદ્ધપુરના કાર્તિકી પૂર્ણિમાના મેળામાં અંદાજીત 20 જેટલા મુસાફરો ભરી ડાલું સિધ્ધપુર મેળામાં જઈને પરત ફરી રહ્યા હતા, તે સમયે જીપનો ડાલા સાથે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે બાલાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વિગત પ્રમાણે સામેથી કોઈ અજાણ્યું વાહન આવી જતા ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.સિદ્ધપુર પોલીસે અજાણ્યા વાહન વિરૂદ્ધ ગુનોં નોંધીને તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: જામનગર-રાજકોટ હાઈવે પર કાર અને ટુ વ્હીલર વચ્ચે ભયાનક અકસ્માત, એક જ પરિવારના 3 સભ્યોના મોત
પીકઅપ કારે પલ્ટી મારી
અમરેલીના બગસરા નજીક હડાળા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.જ્યાં બોલેરો પલટી મારી જતા એક મહિલાનું મોત અને 16 લોકો ઇજાગ્રસ્ત થયા છે..મળતી માહિતી અનુસાર વાવલિયા પરિવાર ધારીના ખોડિયાર મંદિરે નિવેદ કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો.આ અકસ્માતમાં 6 લોકોને સામાન્ય અને 10 લોકોને વધુ ઇજાઓ થતા તમામને અમરેલી સારવાર અર્થે રીફર કરાયા છે.






