મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: હજના નામે 200થી વધુ લોકો સાથે છેતરપિંડી, ટ્રાવેલ સંચાલકો થયા ફરાર

રાજકોટમાં અતિ પવિત્ર માનવામાં આવતા હજ અને ઉમરાહના નામે છેતરપિંડી આચરવાનો મામલો સામે આવ્યો છે. શહેરના 200થી

રાજકોટ: હજના નામે 200થી વધુ લોકો સાથે છેતરપિંડી, ટ્રાવેલ સંચાલકો થયા ફરાર

રાજકોટમાં અતિ પવિત્ર માનવામાં આવતા હજ અને ઉમરાહના નામે છેતરપિંડી આચરવાનો મામલો સામે આવ્યો છે. શહેરના 200થી વધુ શ્રદ્ધાળુઓને ડિસ્કાઉન્ટની ઓફર આપી રઝવી ટુર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા છેતરપિંડી આચરાવામાં આવી હતી.

સંચાલકો લોકોના રૂપિયા લઈને ફરાર

ટ્રાવેલ્સના સંચાલકો લોકોના રૂપિયા લઈને ફરાર થવામાં સફળ થયા છે. આરોપીઓએ રાજકોટ, ટંકારા, જેતપુર, ગોંડલ , મોરબી સહિતના મુસ્લિમ બિરાદરો છેતરાયા હતા. છેતરપિંડીના ભોગ બનેલા લોકોએ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: 11થી 14 જાન્યુઆરી દરમ્યાન આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, 143 પતંગબાજો લેશે ભાગ

 4 મહિના પહેલા બુકિંગ શરૂ કરવામાં આવી 

લોકોએ 4 મહિના પહેલા બુકિંગ શરૂ કરવામાં આવી હતી. ભોગ બનનાર લોકોએ આરોપી અફઝલ અને ફિરોઝ જાફાઈ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. 

 રાજકોટ, જેતપુર, મોરબી, ટંકારા, વાંકાનેર અને ગોંડલનાં યાત્રાળુઓ

ફરિયાદી સમીરભાઈએ જણાવ્યું કે, ભોગ બનનાર જાત્રાળુઓ રાજકોટ, જેતપુર, મોરબી, ટંકારા, વાંકાનેર અને ગોંડલનાં છે. જે દિવસે તેનો પરિવાર અમદાવાદ પહોંચ્યો હતો ત્યારે ત્રણ ગ્રુપના અંદાજે 217 યાત્રાળુઓને અલગ અલગ ફલાઈટનાં શેડયુલ જણાવી અમદાવાદ બોલાવાયા હતાં. આરોપીઓ સામે બીજી જગ્યાએ પણ ફરિયાદ નોંધાઈ છે અને આરોપીઓએ આ રીતે અનેક યાત્રાળુઓ સાથે લાખોની ઠગાઈ કરી છે તેવો આક્ષેપ પણ કર્યો હતો.

 યાત્રાળુઓનો ખ્યાલ આવી ગયો હતો કે તેમની સાથે ફ્રોડ થયો

અમદાવાદ એરપોર્ટ પર ટર્મિનલ-2 પર પહોંચતાં જ ટુરમાં આવેલા તમામ યાત્રાળુઓનો ખ્યાલ આવી ગયો હતો કે તેમની સાથે ફ્રોડ થયો છે. આ સ્થિતિમાં અસલ પાસપોર્ટ બાબતે તપાસ કરતા અન્ય યાત્રાળુઓ પાસેથી જાણવા મળ્યું કે, બગોદરા હાઈવે પર ઈનોવા કાર પાર્ક થયેલી છે. જેમાં બેઠેલા બિસ્મીલ્લાબેન પાસે તમામ યાત્રાળુઓનાં પાસપોર્ટ છે. જેથી તેની પાસે જઈ પાસપોર્ટ મેળવી લીધા હતાં.

આ સમાચાર શેર કરો