Banaskanthaના રાજકારણમાં વહી ઉલ્ટી ગંગા, ભાજપના 100થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
Banaskantha News: ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. એવામાં બનાસકાંઠામાંથી એક મોટ

Banaskantha News: ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. એવામાં બનાસકાંઠામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠાના કાંકરેજમાં રાજકીય હડકંપ મચ્યો છે. એક તરફ ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે અમિત ચાવડાની જાહેરાત થઈ છે. ત્યારે મોટા જામપુરમાં 100થી વધુ યુવાનો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે.
કાંકરેજના મોટા જામપુરમાં ભાજપને ઝટકો લાગ્યો છે. 100થી વધુ યુવાનો રાતોરાત કોંગ્રેસમાં જોડાતા અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. ધારાસભ્ય અમરતજી ઠાકોરના હસ્તે ભાજપ છોડીને યુવાનોનો કોંગ્રેસમાં પ્રવેશ થયો છે.
વિકાસ મુદ્દે નારાજ કાંકરેજના યુવાનો કોંગ્રેસના ખેસે, ભાજપ માટે ચિંતા વધારી છે. મોટા જામપુર ગામના સન્માન સમારંભમાં રાજકીય બદલાવનો દૃશ્યો જોવા મળ્યા છે. જયસિંહભાઈ ચૌધરી સહિત ગામ આગેવાનોની ઉપસ્થિતિમાં યુવાનોએ રાજકીય વળાંક લીધો છે. ભાજપમાંથી અકળાયા કાંકરેજના યુવાનોએ કોંગ્રેસમાં જોડાઈ રાજકીય સંદેશો આપ્યો છે.






