તિજોરી ખાલી: 107 પાલિકાના 10 હજારથી વધુ કર્મચારીઓ નાણાંથી વંચિત, ત્રણ મહિનાથી પગાર જ નથી થયો
રાજ્યમાં કુલ મળીને 157 નગરપાલિકા છે, જેમાં 107 નગરપાલિકા એવી છે જેમાં ચીફ ફાયર ઓફિસર

રાજ્યમાં કુલ મળીને 157 નગરપાલિકા છે, જેમાં 107 નગરપાલિકા એવી છે જેમાં ચીફ ફાયર ઓફિસરથી માંડીને કાયમી કર્મચારીઓને પગારના ફાંફા છે. એક તરફ ભાજપ સત્તાધીશો વાઈબ્રન્ટ ગુજરાત, સમૃદ્ધ ગુજરાતના દાવા કરી રહ્યા છે, તો બીજી તરફ નગરપાલિકાનું તંત્ર જાણે ખાડે ગયું હોય તેવું ચિત્ર ઉભું થયું છે. નગરપાલિકાઓની એવી આર્થિક પરિસ્થિતિ કથળી છે કે કર્મચારીઓને પગાર ચૂકવવાના ય નાણાં નથી.
કર્મચારીઓને પગાર ચૂકવવાના ય નાણાં નથી
મોટાભાગની પાલિકાઓની તિજોરી ખાલીખમ થઈ ગઈ છે. કેટલીક પાલિકાઓ વીજબિલ ભરવા સક્ષમ નથી, લાખો રૂપિયાનો પાણીવેરો બાકી છે. આ સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે ઓક્ટ્રોયની ગ્રાન્ટ રોકી રાખી છે. આ મુદ્દે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ છતાંય સરકારી કર્મચારીઓને કોણીએ ગોળ ચોટાડ્યો છે.
હજારો કર્મચારીઓ પગારથી વંચિત
નગરપાલિકાઓ પાસે આવકનો સ્ત્રોત જ નથી, પરિણામે હજારો કર્મચારીઓ પગારથી વંચિત રહ્યા છે, જ્યારે સરકારી કર્મચારીઓની ધીરજ ખુટી છે. ત્યારે પગાર મામલે આંદોલન થાય તો નવાઈ નહીં.






