રાજ્યના વધુ બે IAS અધિકારીને મળ્યું પ્રમોશન, 17 IAS અધિકારીઓના સિલેક્શન ગ્રેડને મંજૂરી
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે રાજ્ય સરકારના વર્ષ 2012ની બેચના 17 IAS અધિકારીઓના સિલેક્શન ગ્રેડને મંજૂરી આપ

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે રાજ્ય સરકારના વર્ષ 2012ની બેચના 17 IAS અધિકારીઓના સિલેક્શન ગ્રેડને મંજૂરી આપી છે, ત્યારે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે બુધવારે બે સિનિયર IAS અધિકારીના પ્રમોશનના હુમક કરાયા છે. જ્યારે હવે રાજ્ય સરકાર દ્વારા આ બંને અધિકારીઓને પ્રમોશન સાથે અધિક મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે.
IAS ડી થારા અને IAS વત્સલા વાસુદેવને બનાવાયા અધિક મુખ્ય સચિવ
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે રાજ્ય સરકારના વર્ષ 2012ની બેચના 17 IAS અધિકારીઓના સિલેક્શન ગ્રેડને મંજૂરી આપી છે. તેમજ અન્ય 9 IAS અધિકારીઓને સિનિયોરિટી (Senior Time Scale of IAS)માં વધારો કર્યો છે. આ દરમિયાન રાજ્યના વધુ બે IAS અધિકારીને પ્રમોશન આપવામાં આવ્યું છે. સરકારના સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણીએ હુકમ કરીને વડોદરા ખાતે ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિ.ના મેનેજિંગ ડિરેક્ટર 1995 બેચના IAS વત્સલા વાસુદેવને સરકારના અધિક મુખ્ય સચિવના ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે.
આ ઉપરાંત નવી દિલ્હી ખાતે કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના અધિક સચિવ 1995 બેચના IAS ડી. થારાને રાજ્ય સરકારના અધિક મુખ્ય સચિવના ગ્રેડ સાથે પ્રમોશન આપવામાં આવ્યું છે. IAS ડી. થારા અગાઉ અમદાવાદના મ્યુનિસિપલ તરીકે ફરજ પર રહી ચૂક્યા છે.






