VIDEO:મોરબીનો સાહિલ યુક્રેનમાં એક વર્ષથી યુદ્ધ કેદી
સોર્સ : gstv
મોરબીનો સાહિલ માજોઠી નામનો યુવક રશિયા અભ્યાસ અર્થે ગયો હતો, પરંતુ કમનસીબે તેને ફસાવીને યુક્રેન સામે યુદ્ધ લડવા મોકલી દેવામાં આવ્યો હતો. યુદ્ધભૂમિ પરથી જીવ બચાવવા માટે સાહિલે યુક્રેન સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું, પરંતુ હવે તે છેલ્લા એક વર્ષથી યુક્રેનમાં યુદ્ધ કેદી તરીકે કેમ્પમાં જીવન વીતાવી રહ્યો છે. સાહિલે અગાઉ અનેક વિડિયો દ્વારા ભારત સરકારને મુક્તિ માટે આજીજી કરી છે. આ ગંભીર મામલે સાહિલને છોડાવવા માટે સુપ્રીમ કોર્ટના વકીલ દીપા જોસેફ સતત પ્રયત્નશીલ છે. તેમણે હવે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેનસ્કીના ચીફ ઓફ સ્ટાફ કાયરીલો બુડાનોવને પત્ર લખીને સત્તાવાર રજૂઆત કરી છે. વકીલે પત્રમાં સાહિલ માજોઠીને માનવીય અભિગમ અપનાવી સત્વરે સુરક્ષિત રીતે ભારત પરત મોકલવા માટે તાત્કાલિક અને યોગ્ય પગલાં ભરવા માટે ભારપૂર્વક અપીલ કરી છે.

