મોરબીઃ આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં ટંકારાના ખેડૂતો રસ્તા પર ઉતર્યા
સોર્સ : GSTV
મોરબી જેતપર રોડ પર છેલ્લા ૧૨ દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા આંદોલનકારી ખેડૂતોને ટેકો આપવા માટે ટંકારાના ખેડૂતો આગળ આવ્યા છે. ખેડૂતોએ પોતાની પડતર માંગણીઓ અને આંદોલનના સમર્થનમાં મોરબી-રાજકોટ હાઈવે પર ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. હાઈવે ચક્કાજામ થવાના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.

