VIDEO : મોરબીના જેતપરથી વિશાળ ટ્રેક્ટર રેલીનો પ્રારંભ, વીજપોલના વળતર મુદ્દે ખેડૂતોનું આક્રમક વલણ
સોર્સ : gstv
મોરબીના જેતપરથી વીજપોલના વળતર મુદ્દે ખેડૂતોએ આક્રમક વલણ અપનાવી વિશાળ ટ્રેક્ટર રેલીનો પ્રારંભ કર્યો છે. વીજપોલ કંપનીની દાદાગીરી અને અન્યાયી વળતર સામે વિરોધ નોંધાવવા મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરો સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા રવાના થયા હતા. ખેડૂતોના આ ઉગ્ર વિરોધ પ્રદર્શનને પગલે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોતાની પડતર માંગણીઓ સંતોષવા માટે ખેડૂતોએ હવે આરપારની લડત લડવાનો નિર્ધાર કર્યો છે.

