VIDEO: Morbi / કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મૃત્યુઆંક 5 પર પહોંચ્યો, રણછોડગઢ ગામમાં શોકની લાગણી
સોર્સ : GSTV
હળવદના ચરાડવા નજીક કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા ભયંકર અકસ્માતમાં મૃત્યુઆંક વધીને પાંચ પર પહોંચ્યો છે. ઘટનાસ્થળે ત્રણ લોકોના મોત થયા બાદ મોરબીથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયેલા ગંભીર ઇજાગ્રસ્તોમાંથી ભરતભાઈ પ્રભુભાઈ દઢૈયા અને પ્રેમજીભાઈ શંકરભાઈ દઢૈયાનું સારવાર દરમિયાન મોત થયું છે. સારવાર કારગત નિવડે તે પહેલાં બંનેએ અંતિમ શ્વાસ લીધા હતા. અકસ્માતમાં એક જ ગામ રણછોડગઢના પાંચ લોકોના મોત થતાં સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારોમાં માતમ છવાયો છે, જ્યારે સમગ્ર પંથકમાં ગમગીની અને અરેરાટીનો માહોલ જોવા મળી રહ્યો છે.

