VIDEO: Morbi / હળવદમાં હાઇવોલ્ટેજ ડ્રામા; ખેડૂતોના સમર્થનમાં મહિલાઓ રસ્તા પર ઉતરી, પોલીસ સાથે જોરદાર ઝપાઝપી
સોર્સ : GSTV
મોરબી જિલ્લાના હળવદ ખાતે અણિયારી ચોકડી પર ખેડૂતોના સમર્થનમાં મહિલાઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન હાઈવોલ્ટેજ તણાવનો માહોલ સર્જાયો હતો. ખેડૂતોને ડિટેઇન કરવાના વિરોધમાં મોટી સંખ્યામાં મહિલાઓ રસ્તા પર ઉતરી આવતાં પોલીસ અને મહિલા પ્રદર્શનકારીઓ વચ્ચે જોરદાર ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ચક્કાજામ દરમિયાન એક મહિલા પોલીસકર્મી ટોળામાં ઘેરાઈ જતાં પરિસ્થિતિ ગંભીર બની હતી. જોકે હળવદના PI આર.ટી. વ્યાસે સમયસૂચકતા અને બહાદુરી દાખવી મહિલા પોલીસકર્મીને સુરક્ષિત બહાર કાઢી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ સતત ખડેપગે રહી હતી.

