Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : 5 people including current and former members of the taluka panchayat died in Halvad

VIDEO/ Morbi: હળવદમાં કાળમુખો અકસ્માત; તાલુકા પંચાયતના વર્તમાન અને પૂર્વ સદસ્ય સહિત 5 નાં મોત

Timeછેલ્લું અપડેટ : 06 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે, જેને પગલે રણછોડગઢ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગઈકાલે રાત્રે ઊભેલા ડમ્પર પાછળ કાર ઘૂસી જતાં આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર કુલ સાત લોકોમાંથી બે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. અકસ્માતમાં તાલુકા પંચાયતના વર્તમાન અને પૂર્વ સદસ્ય સહિત પાંચ લોકોનાં મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. એક જ ગામના પાંચ લોકોના અકાળે અવસાનથી પરિવારો પર આભ તૂટી પડ્યું છે. આજે ગામમાં એક સાથે પાંચ અર્થી નીકળતાં અત્યંત હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા અને આખું ગામ હિબકે ચડ્યું હતું.

App Store