Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Diesel theft scam busted from tanker near Morbi/ Maliya, goods worth over ₹36 lakh seized!

Morbi/ માળીયા નજીક ટેન્કરમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, ₹36 લાખથી વધુનો મુદ્દામાલ કબજે!

Timeછેલ્લું અપડેટ : 26 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મોરબી જિલ્લાની માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિયમ પદાર્થોની ચોરી કરતા એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. માળીયા નજીક નાના દહીંસરા ગામ પાસે ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે ડીઝલ ચોરવામાં આવી રહ્યું હતું, જે અંગે પોલીસે દરોડો પાડી એક આરોપીને ઝડપી પાડ્યો છે.

App Store

રેલવે ફાટક નજીક ચાલતું હતું કૌભાંડ

માળીયા પોલીસને મળેલી બાતમીના આધારે, નવલખી રોડ પર આવેલા નાના દહીંસરા ગામના રેલવે ફાટક પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળે GJ 36 T 7536 નંબરના ટેન્કરમાંથી ડીઝલ ચોરવાનું કૃત્ય ચાલી રહ્યું હતું. પોલીસે ઘટનાસ્થળેથી ટેન્કર ચાલક ઇમ્તિયાઝ સુલેમાન ગજીયાને ઝડપી પાડ્યો હતો. જોકે, તેનો સાગરીત હરદેવ રાણાભાઇ છૈયા પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

₹36 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસે આ દરોડા દરમિયાન ડીઝલ ચોરીમાં વપરાયેલા ટેન્કર અને અન્ય સાધનો સહિત કુલ ₹36 લાખ 65 હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. માળીયા પોલીસે આરોપી ઇમ્તિયાઝ ગજીયાની ધરપકડ કરી છે અને ફરાર આરોપી હરદેવ છૈયાને ઝડપી પાડવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આ અંગે ગુનો નોંધી ડીઝલ ક્યાંથી આવ્યું હતું અને ક્યાં વેચવાનો પ્લાન હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.