મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

શું મોરબીની આયુષ હોસ્પિટલમાં પણ PMJAY હેઠળ થયું કૌભાંડ?, ઓપરેશન બાદ દર્દીના પગમાં પાકી રસી

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY અંતર્ગત હોસ્પિટલ દ્વારા દર્દીઓના ખોટા ઓપરેશન કરી કરોડોન

શું મોરબીની આયુષ હોસ્પિટલમાં પણ PMJAY હેઠળ થયું કૌભાંડ?, ઓપરેશન બાદ દર્દીના પગમાં પાકી રસી

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY અંતર્ગત હોસ્પિટલ દ્વારા દર્દીઓના ખોટા ઓપરેશન કરી કરોડોના ક્લેમ પાસ કરાવી લેવાનું  સામે આવ્યા બાદ  મોરબીની આયુષ હોસ્પિટલમાં PMJAY અંર્તગત સારવાર લેનાર દર્દીઓ સામે આવીને તેમની વ્યથા ઠાલવી રહ્યા છે.

દર્દીઓની સારવારમાં બેદરકારી દાખવી હોવાના દાવા

હોસ્પિટલમાં દર્દીઓની સારવારમાં બેદરકારી દાખવી હોવાના દાવા થઈ રહ્યા છે. જેના કારણે એક તરફ તેઓ આર્થિક રીતે હેરાન થઇ રહ્યા હોય બીજી તરફ ઓપરેશન બાદ શરીરમાં કાયમી ખોટ રહી ગઈ હોવાના દાવા થઈ રહ્યા છે.

આ પણ વાંચો:રાજકોટ : અસલી કચેરીમાં નકલીનો ખેલ! મસમોટું કૌભાંડ સામે આવતા મચ્યો ખળભળાટ

પગનું ઓપરેશન કરાવ્યા બાદ રસી પાકી ગઈ

આ અંગે  મોરબીના શનાળા ગામમાં રહેતા ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા વજુભાઈ રબારીએ જણાવ્યું હતું. તેમને પગમાં ઈજા પહોચી  જતા હોસ્પિટલ દાખલ થયા હતા અને  પગનું ઓપરેશન કરાવ્યું હતું અને આ ઓપરેશન બાદ પગમાં રસી થઈ ગઈ હતી, પરંતુ આજ દિન સુધી આ રસી નીકળી જ રહે છે, સારવાર કરાવી તે બધું વ્યર્થ રહ્યું છે.

આ સમાચાર શેર કરો